• પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં EDની પ્રણવ જ્વેલર્સમાં દરોડા બાદ કાર્યવાહી 
  • એક્ટર પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સની કરે છે જાહેરાતો
  • પ્રણવ જ્વેલર્સ દ્વારા 23 લાખ 70 હજાર રૂપિયાની શંકાસ્પદ લેવડદેવડનો ખુલાસો 

બાજીરાવ સિંઘમ ઉર્ફ અજય દેવગણના સૌથી મોટા દુશ્મન એવા જયકાંત શિકરે ફેમ અભિનેતા પ્રકાશ રાજની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં એક્ટરને સમન્સ પાઠવ્યા છે. પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં EDએ તમિલનાડુના ત્રિચીના પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા. પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સની જાહેરાત કરે છે. દરોડા બાદ તપાસ એજન્સીએ હવે પ્રકાશ રાજને પણ નોટિસ મોકલવામાં આવી છે.

EDને મળ્યા અનેક મહત્વના દસ્તાવેજ

EDના સૂત્રોના જણાવ્યા મુજબ, તમિલનાડુના ત્રિચીના પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સમાં PMLA હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઘણા મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. જેમાં, લગભગ 23 લાખ 70 હજાર રૂપિયાની શંકાસ્પદ લેવડદેવડની માહિતી મળી હતી. એટલું જ નહીં EDએ સર્ચ દરમિયાન 11 કિલો 60 ગ્રામ સોનાના દાગીના પણ જપ્ત કર્યા હતા.

ગોલ્ડ સ્કીમ દ્વારા 100 કરોડ રૂપિયા એકત્ર થયા

ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રણવ જ્વેલર્સના લોકોએ ગોલ્ડ સ્કીમ દ્વારા જનતા પાસેથી એકત્ર કરાયેલા 100 કરોડ રૂપિયાનું રોકાણ અનેક શેલ કંપનીઓ દ્વારા કર્યું હતું. ED અનુસાર, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્રણવ જ્વેલર્સ અને તેની સાથે સંકળાયેલા લોકોએ છેતરપિંડીથી મેળવેલા નાણાંને અન્ય શેલ કંપનીમાં ડાયવર્ટ કરી દીધા હતા.


  • Follow us on: