- બોલિવૂડમાં દિવાળી પાર્ટીનો સિલસિલો
- એકતા કપૂરના ઘરે આવ્યા આ સ્ટાર્સ
- કેમેરા સામે આપ્યા મસ્ત મસ્ત પોઝ
બોલિવૂડમાં દિવાળી પહેલાની ફ્રાઈડે નાઈટ જબરદસ્ત રહી છે. સિરિયલ ક્વિન ગણાતી એકતા કપૂરે પોતાને ત્યાં એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ઘણા બધા સેલેબ્સ જોવામ મળ્યા હતા. જોકે, જુદી જુદી એક્ટ્રેસે એના આઉટફિટથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એકતા કપૂરે પણ કેમેરા સામે મસ્ત પોઝ આપ્યો હતો. સોનાલી બેન્દ્રે, મનીષ મલ્હોત્રા, તુષાર કપૂર, ક્રિતી સેનન, આયુષ શર્મા પણ પોતાની ફેમિલી સાથે આવ્યો હતો.
આયુષે સેલ્ફિ પોઝ આપ્યો
આયુષે ફેન્સના મોબાઈલમાં પોતાની સેલ્ફી લીધી હતી. આ ઉપરાંત સિનિયર એક્ટર ચંકી પાંડે, અવનીત કૌર ફ્લોર લેંગામાં મસ્ત લાગી રહી હતી. આ સાથે તેમણે એક ડીપનેક પહેર્યું હતું. ટ્રેડિશનલ ડ્રેસમાં તે મસ્ત લાગી રહી હતી. મિર્ઝાપુર એક્ટર અલી ફઝલ પણ પોતાની પત્ની રીચા ચઢ્ઢા સાથે આવી પહોંચ્યો હતો. આ કપલ્સે મસ્ત ટ્રેડિશન ડ્રેસ પહેર્યો હતો. આ ઉપરાંત કરણ જોહર પણ આ પાર્ટીમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યો હતો. બ્લેક કલરના આઉટફિટમાં તેનો કુર્તો એકદમ ચમકીલો લાગી રહ્યો હતો. આ ઉપરાંત શિલ્પા અને શમિતા સાથે રાજ કુંદ્રા પણ જોવા મળ્યો હતો. જ્યારે ભૂમિ પેડનેકર પિંક કલરનો ડ્રેસ પહેરીને આવી હતી.
દિશાનો બોલ્ડ અંદાજ
જ્યારે દિશા પટણીએ ગ્રીન કલરની બોર્ડરવાળી સાડી પહેરી હતી. જોકે તે પોતાના ઓલવેઈઝ હોટ લૂકમાં જોવા મળી હતી. બોલ્ડ બ્યૂટીએ કેમેરા સામે મસ્ત પોઝ આપ્યા હતા. આ ઉપરાંત પોતાના ફેન્સ સાથે પણ એના ફોનમાં સેલ્ફી પાડી હતી. જ્યારે મૌની રોયે પણ વ્હાઈટ ડ્રેસમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ઉપરાંત દિવ્યાંકા અને વિવેક પણ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા હતા. આ સિવાય કેટલાક ફેન્સે તો એકતાના ઘરની બહાર લાઈન લગાવી હતી. જેમ જેમ સ્ટાર આવતા હતા એની કાર અને આઉટફિટના ફોટો માટે પડાપડી થઈ હતી. પણ કલાકારોએ દિલ ખોલીને કેમેરા સામે ફેન્સને મસ્ત પોઝ આપ્યા હતા. આ માટે ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી. ખાસ એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં સેલેબ્સે મસ્ત ફોટો ક્લિક કરાવ્યા હતા.









