બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપૂરની કારગિલ યુદ્ધ પરની ફિલ્મ અત્યારે ફરી પાછી ટ્રેન્ડમાં છે. કારગિલ યુદ્ધ પર બનેલ હાલમાં રિલીઝ થઈ ના હોવા છતાં અત્યારે OTT પ્લેટફોર્મ પર ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં જ્હાનવી કપૂરે એક પાયલટની ખાસ ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં જહાનવીનું પાત્ર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા પાઇલટ ગુંજન સક્સેનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ બાદ દેશના લોકોમાં રાષ્ટ્રપ્રેમ ધરાવતી ફિલ્મો જોવાનો ક્રેઝ વધ્યો છે.


રાષ્ટ્રપ્રેમ દર્શાવતી ફિલ્મો ટ્રેન્ડમાં

પહલગામ હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના કબ્જા હેઠળના પ્રદેશમાં આતંકીઅડ્ડાઓને ન્ષ્ટ કર્યા હતા.ત્યાર પછી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ હુમલાઓને પગલે દેશમાં યુદ્ધ સ્થિતિનો માહોલ હતો. દેશભરના લોકોમાં આતંકવાદ અને પાકિસ્તાનને લઈને આક્રોશ હતો. તમામ લોકો એક સૂર સાથે કહેતા હતા કે અમે સેનાની સાથે છીએ પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ. બંને દેશો વચ્ચે અત્યારે પણ તણાવભર્યો માહોલ છે ત્યારે તેની અસર બોલીવુડની ફિલ્મોને પણ થઈ રહી છે.

'ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ' 

લોકોમાં અત્યારે રાષ્ટ્રપ્રેમ વધતા સિનેમાઘરોમાં દર્શકો મિશન ઇમ્પોસિલ ફિલ્મના બદલે અજયની રેડ 2 અને કેસરી-2 ફિલ્મ જોવાનું પસંદ કરી રહ્યા છે.તાજેતરમાં જ જહાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ખાસ ક્ષણની તસવીર શેર કરી છે. આ સ્ટોરીમાં તેણે ઉલ્લેખ કર્યો કે 2020માં આવેલ તેની ફિલ્મ 'ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ' નેટફ્લિક્સ પર ટોચના 10 ટ્રેન્ડ્સમાં અત્યારે જોવા મળે છે. પોતાની ફિલ્મને ફરી પાછો સારો પ્રતિસાદ મળતા અભિનેત્રીએ ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે .આ તસવીરમાં જહાનવી નેટફ્લિક્સ પર પોતાની ફિલ્મ 'ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ' જોતી જોવા મળે છે.

જહાનવી માટે આ પાત્ર વધુ મહત્વનું

જાહ્નવી કપૂરે આ પાત્રમાં પોતાને ઢાળવા માટે ખૂબ જ મહેનત કરી. આ માટે, તેમણે વાયુસેનાની તાલીમ, પાઇલટ બનવા માટે જે તૈયારી કરવી પડી તેમાં જે મુશ્કેલીઓ ઉભી થઈ તે શીખી અને એક બહાદુર સૈનિકની જેમ માનસિક રીતે પોતાને તૈયાર કરી. આ પાત્ર તેની કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ ફિલ્મ ફરીથી જોઈને તેમણે પોતાની મહેનત અને તે સમયની યાદો તાજી કરી.

  • Follow us on: