દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર જે ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા,તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા.
દિગ્ગજ અભિનેતા હતા
ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થયું છે. મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિ માટે જાણીતા હતા. આ સિવાય તેમને 'ભારત કુમાર' તરીકે પણ ઓળખવામાં આવતા હતા,પીઢ અભિનેતાએ 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
તમામ કલાકારો માટે પ્રેરણારૂપ હતા
24 જુલાઈ 1937ના રોજ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમાર તમામ કલાકારો માટે પ્રેરણારૂપ હતા. અભિનયની સાથે, મનોજ કુમારે ઘણી દેશભક્તિની ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું, જેમાં “શહીદ” (1965), “ઉપકાર” (1967), “પૂરબ ઔર પશ્ચિમ” (1970), અને “રોટી કપડા ઔર મકાન” (1974) નો સમાવેશ થાય છે.
દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્નામિત કરાયા હતા
ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ મનોજ કુમારને 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેણે પોતાના કામથી બધાના દિલ જીતી લીધા. તેમની દેશભક્તિની ફિલ્મો ઉપરાંત, તેમણે “હરિયાલી ઔર રાસ્તા”, “વો કૌન થી”, “હિમાલય કી ગોડ મેં”, “દો બદન”, “પત્થર કે સનમ”, “નીલ કમલ” અને “ક્રાંતિ” જેવી ઘણી મહાન ફિલ્મોમાં અભિનય અને દિગ્દર્શન કર્યું હતું.









