બોલિવૂડ અને સાઉથ ફિલ્મોમાં પોતાના જોરદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લેનારી પૂજા હેગડે હવે સાઉથ ફિલ્મ 'રેટ્રો'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે દક્ષિણ અભિનેતા સૂર્યા સાથે જોવા મળશે. ઘણી ફિલ્મોમાં પોતાના જોરદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લેનારી પૂજા હવે કન્નડ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પૂજા હેગડેની 'રેટ્રો' ફિલ્મ 1 મે, 2025 ના રોજ સિનેમાઘરોમાં અનેક ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન કાર્તિક સુબ્બરાજે કર્યું છે. પૂજા હેગડએ હાલમાં હિન્દી ફિલ્મોમાં શાહિદ કપૂર સાથે ફિલ્મ દેવામાં અને કિસી કા ભાઈ કિસી કી જાન સાથે સલમાન સાથે કામ કર્યું હતું. અને હવે તે સાઉથના દિગ્ગજ સ્ટાર સાથે કામ કરી રહી છે.
'રેટ્રો' ફિલ્મના ગીતે મચાવી ધૂમ
અભિનેત્રી પૂજા હેગડેની 'રેટ્રો' ફિલ્મ રિલીઝ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ફિલ્મની રિલીઝ પહેલા જ ફિલ્મના ગીત 'કનિમા'એ યુટ્યુબ સહિત ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ ગીતમાં ગ્રુવી બીટ્સ, ઇલેક્ટ્રિફાઇંગ મ્યુઝિક અને પૂજા હેગડેના હૂકસ્ટેપનો સમાવેશ થાય છે. પૂજાના અદભૂત ડાન્સના આ ગીતનો વીડિયોએ યુટયુબ પર ધુમ મચાવી છે. પૂજા હેગડે 'રેટ્રો' ફિલ્મના ગીતના આ વીડિયોએ યુટ્યુબ પર 40 મિલિયન વ્યૂઝને વટાવી દીધા છે. આ વ્યૂઝ બતાવે છે કે અભિનેત્રી પૂજાના ડાન્સના દિવાના થયા છે. પૂજાના સુંદર ડાન્સને દર્શકો વધુ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીના ફેન્સ તેના હૂક સ્ટેપ ડાન્સ કરી વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. ફિલ્મના કનિમા ગીતના વિડીયો 40 મિલિયનથી વધુ વ્યૂઝને પાર કરી ગયો છે, ત્યારે પૂજાએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સિદ્ધિની ઉજવણી કરી અને ગીતના ફોટો શેર કર્યા.
પૂજાની અપકિમંગ ફિલ્મો
પૂજાએ તાજેતરમાં કન્નડ ફિલ્મ 'BRB: ફર્સ્ટ બ્લડ' (બિલ્લા રંગા બાશા) સાઇન કરી છે. આ ફિલ્મમાં પૂજા કન્નડ અભિનેતા કિચા સુદીપ સાથે કામ કરતી જોવા મળશે. જોકે ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઉપરાંત પૂજા હેગડે આગામી બોલિવૂડની ફિલ્મો રોમ-કોમ, 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'માં પણ જોવા મળશે. અભિનેત્રીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે, અને તે વરુણ ધવન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.