બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાના એક ઇન્ટરવ્યુ માટે ફરી ટ્રોલ થઇ છે. તેણે આ ઇન્ટરવ્યુમાં એવી વાત કરી કે જેનાથી સોશિયલ મીડિયામાં તેને હેટર્સ ટ્રોલ કરી રહ્યા છે. રિપોર્ટરે તેને સૈફ અલી ખાનના હુમલા બાબતે પ્રશ્ન કર્યો હતો. અને તેણે આ મુદ્દે ઉડાઉ જવાબ આપ્યો હતો. સૈફ અલી ખાનના હુમલા સવાલમાં ઉર્વશીએ પોતાની ફિલ્મ ડાકુ મહારાજની સફળતા અંગે વાત કરી હતી. અને આ સફળતા બાદ તેના માતા-પિતાએ તેને શું ભેટ-સૌગાદો આપી છે તે મામલે રિપોર્ટરને જણાવ્યુ હતુ.
સોશિયલ મીડિયામાં ઉર્વશી રૌતેલા વિરુદ્ધ ટીપ્પણી
ટ્રોલિંગને જોતા અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ હવે સૈફ અલી ખાનની માફી માંગી છે. સૈફના હુમલા મામલે નિવેદન આપ્યા બાદ હવે અભિનેત્રીએ પોતાની સ્પષ્ટતા આપી છે. ઉર્વશીએ જણાવ્યુ હતુ કે, તેનુ નિવેદન નાસમજ અને ભૂલથી ભરેલુ હતુ. વધુમાં તેઓએ કહ્યુ હતુ કે, આ ઘટનાની ગંભીરતા સમજવામાં તેઓ પૂર્ણ પણે અસમર્થ હતા. કારણે આ સવાલનો જવાબ તેઓ ખૂબ ઉતાવળમાં આપી રહ્યા હતા. જે રાત્રે હુમલાનું પ્રકરણ સૈફ અલી ખાન સાથે થયુ એના બીજા દિવસે મારુ ઇંટરવ્યુ શેડ્યુઅલ કરાયુ હતુ. તેથી આ સમગ્ર મામલે હું અજાણ હતી. અને નાસમજી પૂર્વક જવાબ આપ્યો હતો.
શું હતુ ઉર્વશી રૌતેલાનું નિવેદન ?
16 જાન્યુઆરીની રાત્રે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના ઘરમાં મોડી રાત્રે ચોર ઘુસી આવ્યો હતો. અને આ ઘટનમાં અભિનેતાની ચોર સાથે ઝપાઝપી થઇ હતી. આ મુદ્દે જ્યારે ઉર્વશીને પુછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ હતુ કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ મામલો છે. તો સાથે તેણે આ વિશે વાત કરતા પોતાની ફિલ્મ ડાકુ મહારાજ મુદ્દે પણ ઉલ્લખ કર્યો હતો. તેણે પોતાની ડાયમંડ વોચ, ડાયમંડ રીંગ વિશે પણ જણાવ્યુ હતુ. આ તમામ નાસમજીની વાતોના કારણે ઉર્વશીને ટીકા-ટીપ્પણીનો સામનો કરવો પડ્યો હતો.
સેલીબ્રીટીઓ જ્યારે આવા પાયાવિહોણ અને તર્ક વિનાના નિવેદનો આપે છે ત્યારે તેમને આદર્શ માનનાર વર્ગ પણ તેમની ટીકા ટીપ્પણી કરે છે. મોટી ઘટનાઓ વિશે જો પૂર્ણ માહિતી ન હોય તો આવા મુદ્દે વાત કરવાનું ટાળવુ એ વધુ ફાયદાકારક સાબિત થાય છે. ફિલ્મ ડાકુ મહરાજમાં ઉર્વશી રૌતેલાના સહ-અભિનેતા પણ વિવાદોમાં આવી ચુક્યા છે. તો સાથે જ આ ફિલ્મની એક ગીતની કોર્યોગ્રાફી પણ વિવાદમાં આવી ચુકી છે.