કેટરિના કૈફે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મો કરી છે. આ અભિનેત્રીએ તેની શરૂઆતની ફિલ્મોથી જ લોકો પર પોતાની છાપ છોડી દીધી હતી. આજે તેનું નામ ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે, જોકે અભિનેત્રીએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે રણબીર કપૂર અને દીપિકાની એક ફિલ્મમાંથી તેનું આખું પાત્ર કાઢી નાખવામાં આવ્યું હતું. કેટરિનાએ કહ્યું કે તે ફિલ્મમાં ચોથી છોકરીની ભૂમિકા ભજવવાની હતી, પરંતુ બાદમાં તેને કહેવામાં આવ્યું કે તે ફિલ્મનો ભાગ નથી.
કેટરિનાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત એક બહારની વ્યક્તિ તરીકે કરી હતી. અભિનેત્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રણબીર કપૂર-દીપિકા પાદુકોણની ફિલ્મ બચના એ હસીનોમાં પણ તેની ભૂમિકા હતી. અભિનેત્રીએ જણાવ્યું કે જે રીતે રણબીરની સામે 3 છોકરીઓ બતાવવામાં આવી છે, તેમાં, ચોથી છોકરીનો રોલ મારો હતો. આ બેનર હેઠળ મને મારી પહેલી ફિલ્મ મળવાની હતી, જેના માટે હું ખૂબ જ ઉત્સાહિત હતી.













