બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે અને યુવા ભારતીય ક્રિકેટર રિયાન પરાગ આવતા વર્ષે લગ્ન કરી શકે છે, એવો દાવો સોશિયલ મીડિયા યુઝર્સે કર્યો છે. જો ચર્ચાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો તેમના લગ્ન નક્કી થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ બંને સત્તાવાર જાહેરાત કરશે. પરંતુ બંનેમાંથી કોઈએ લગ્નની ચર્ચા પર કોઈ ટિપ્પણી કરી નથી.


ફેબ્રુઆરી 2025 માં લગ્નના બંધનમાં બંધાશે

રિયાન પરાગે હાલમાં જ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ખભાની ઈજાને કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે ટીમનો ભાગ નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેના અને અનન્યા પાંડેના લગ્નની ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર મુજબ તેઓ ફેબ્રુઆરી 2025 માં લગ્નના બંધનમાં બંધાય શકે છે.

રિયાન પરાગની સર્ચ હિસ્ટ્રીમાં અનન્યાનું નામ

આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે એક પેજે તેમના સંભવિત લગ્ન વિશે એક પોસ્ટ શેર કરી. પરંતુ રિયાન કે અનન્યાએ આ ચર્ચાની પુષ્ટિ કરી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં આ દાવામાં કોઈ સત્ય નથી. તાજેતરના સમયમાં, સેલિબ્રિટીઓ અને ક્રિકેટરો એકબીજાને ડેટ કરે તે અસામાન્ય બાબત છે. રિયાન પરાગને અગાઉ પણ લાઈવ સ્ટ્રીમ દરમિયાન અનન્યાનું નામ તેના યુટ્યુબ સર્ચ હિસ્ટ્રીમાં આવવાને કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તેને “અનન્યા પાંડે હોટ” સર્ચ કર્યું હતું, જેના કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

જાણો શું છે સત્ય

રિયાનના યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી સાથે જોડાયેલી ઘટના પર વિરામ મુકવામાં આવ્યું છે. તો બીજી બાજુ તેમના લગ્નની ચર્ચાઓ સામે આવી છે અને તે સંપૂર્ણપણે પાયાવિહોણી છે.જ્યાં સુધી રિયાન પરાગ કે અનન્યા પાંડે ઓફિશિયલ નિવેદન ન આપે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. આ સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો અને વાયરલ પોસ્ટને આધારે લખવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝ આ સમાચારની કોઈ પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: