ગોવિંદાનું નામ હંમેશા બોલીવુડના ટોપના એક્ટરના લિસ્ટમાં સામેલ છે. તેને 80 અને 90ના દાયકામાં સિનેમા પર રાજ કર્યું. ફેન્સ તેની એક્ટિંગ અને ડાન્સિંગ સ્કિલના દિવાના છે.


બોલીવુડના નંબર વન હીરો ગોવિંદા ભલે વર્ષોથી મોટા પડદા પરથી ગાયબ હોય, પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

ગોવિંદા લેશે છૂટાછેડા?

એક્ટરની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગોવિંદા 37 વર્ષના લગ્નજીવન પછી તેની પત્નીને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ એક્ટરનું એક મરાઠી એક્ટ્રેસ સાથેના અફેરને લઈને ચર્ચામાં છે અને તે તેની પત્નીને છૂટાછેડા લઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ એક્ટ્રેસ કોણ છે.

અલગ ઘરમાં રહે છે ગોવિંદા?

આ પહેલા પણ એક્ટ્રેસની પત્ની સુનિતાએ પણ તેના અફેર વિશે સંકેત આપ્યા હતા. આ સિવાય એવું કહેવામાં આવ્યું હતું કે શેડ્યુલમાં મેળ ખાતો ન હોવાથી, તેઓ લાંબા સમયથી અલગ રહી રહ્યા છે.

ગોવિંદાએ આપી નથી પ્રતક્રિયા

આ દરમિયાન, ગોવિંદાના એક મરાઠી એક્ટ્રેસ સાથે અફેર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે એક્ટ્રેસ 30 વર્ષની છે. તેની ઉંમરમાં લગભગ 31 વર્ષનો તફાવત છે. પરંતુ એક્ટ્રેસનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ગોવિંદાએ હજુ સુધી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પરિસ્થિતિમાં, આ કેટલું સાચું છે તે કહેવું થોડું મુશ્કેલ છે.

સુનીતાએ કહી આ વાત

તમને જણાવી દઈએ કે મીડિયા આપેલા એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાની પત્ની સુનીતાએ કહ્યું હતું કે, 'હું પહેલા ખૂબ જ સુરક્ષિત હતી. પણ હવે નહીં. કારણ કે 60 વર્ષની ઉંમર પછી લોકો વૃદ્ધ થઈ જાય છે. મને ખબર નથી કે તે શું કરી રહ્યો છે. ગોવિંદાએ 1987 માં સુનિતા સાથે લગ્ન કર્યા. બંને બે બાળકોના માતા-પિતા પણ છે, એક પુત્ર અને એક પુત્રી છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટને આધારે કરવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: