રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 8 સપ્ટેમ્બરે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. એક્ટ્રેસે એક પુત્રીને જન્મ આપ્યો જેનું નામ તેણે દુઆ રાખ્યું. તાજેતરમાં દુઆ ત્રણ મહિનાની થઈ ગઈ છે.


પરિવારે હજુ સુધી દીકરીની પહેલી ઝલક બતાવી નથી. એક્ટર તેને મીડિયાના ધ્યાનથી દૂર રાખવા માંગે છે. પરંતુ ઘણા સમયથી આ કપલનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક બાળક સાથે જોવા મળી રહ્યા છે. હવે દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે શું તસવીરમાં દેખાતી છોકરી ખરેખર દુઆ છે?

દીપિકાની દીકરીનો ફોટો સામે આવ્યો?

તમને જણાવી દઈએ કે કપલે ઓફિશિયલ રીતે કોઈ ફોટો શેર કર્યો નથી. મીડિયા રિપોર્ટ મુજબ આ તસવીરો AIની મદદથી બનાવવામાં આવી છે અને તે રિયલ તસવીરો નથી. આ તસવીર 12 ડિસેમ્બરે 'deepikainfinity' નામના હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી, જે AIની મદદથી બનાવવામાં આવી છે. આ પછી સ્પષ્ટ થયું કે આ છોકરી દીપિકાની દીકરી દુઆ નથી.


દુઆની દાદીએ દાનમાં આપ્યા તેના વાળ

જ્યારે દુઆ 3 મહિનાની થઈ, ત્યારે રણવીરની માતા અંજુ ભવનાનીએ અને દુઆની દાદીએ તેના કેટલાક વાળ દાનમાં આપ્યા. તેણીની પૌત્રી માટે એક ખાસ નોટ શેર કરતા લખ્યું છે કે "આ ખાસ દિવસને પ્રેમ અને આશા સાથે ચિહ્નિત કરું છું. દુઆના જેમ જેમ મોટા થવા પર આપણે સેલિબ્રેશન કરીએ છીએ, આપણે દેવતાની શક્તિને પણ યાદ રાખવી જોઈએ. આશા છે કે આ નાનું કાર્ય મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા કોઈને આરામ અને આત્મવિશ્વાસ પ્રદાન કરી શકે છે."

કામ પર ક્યારે પરત ફરશે દીપિકા પાદુકોણ?

દીકરીને જન્મ આપ્યા બાદ દીપિકા પાદુકોણ પહેલીવાર દિલજીત સિંહના કોન્સર્ટમાં જોવા મળી હતી. એક્ટ્રેસે સ્ટેજ પર પહોંચીને ફેન્સને પણ ચોંકાવી દીધા હતા. દીપિકા ડિલીવરી લીવના 6 મહિના પછી માર્ચ 2025 થી કામ શરૂ કરી શકે છે. તે છેલ્લે કલ્કિ 2898 એડીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, પ્રભાસ અને કમલ હાસન જોવા મળ્યા હતા. વાયરલ થઈ રહેલી તસવીરો એડિટેડ છે. આ વાયરલ થઈ રહેલી તસવીરના આધારે આ સમાચાર લખવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: