ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ ચોંકાવનારા અને હેરાન કરનારા સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ મલયાલમ એક્ટર દિલીપ શંકરનું નિધન થયું છે. એક્ટર તિરુવનંતપુરમની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મોતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
એક્ટરના આકસ્મિક નિધનના સમાચારે બધાને હેરાન કરી દીધા છે. દિલીપના ફેન્સ અને સ્નેહીજનો તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો દિલીપ શંકર
મલયાલમ એક્ટર દિલીપ શંકર રવિવારે (29 ડિસેમ્બર) સવારે તિરુવનંતપુરમમાં તેમની હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. દિલીપે 19 ડિસેમ્બરે હોટલમાં ચેક ઈન કર્યું હતું, તે હોટેલ પહોંચ્યા પછી તેના રૂમમાંથી બહાર આવ્યો ન હતો. આ પરિસ્થિતિમાં રૂમમાંથી અજીબ દુર્ગંધ આવવા લાગી ત્યારે હોટેલ સ્ટાફ ચિંતામાં પડી ગયો અને તપાસ કરી અને દરવાજો ખોલ્યો તો દિલીપનો મૃતદેહ જમીન પર નિર્જીવ પડ્યો હતો.
શંકાસ્પદ આત્મહત્યા
દિલીપ શંકર ફિલ્મો અને ટીવી શોમાં અભિનય માટે જાણીતા છે. દિલીપ 'ચપ્પા કુરિશુ', 'અમ્માયારીતે' અને અન્ય મલયાલમ ફિલ્મો અને શો માટે પોપ્યુલર છે. ત્યારે હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. રિપોર્ટમાં આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ શું થયું તે અંગે હજુ કંઈ કહી શકાય નહીં. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
ઉદ્યોગજગતમાં શોકનું મોજું
આ મામલે હજુ કંઈ કહી શકાય તેમ નથી અને વધુ તપાસ માટે રાહ જોવી પડશે. જો આપણે દિલીપ વિશે વાત કરીએ, તો એક્ટરના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ફેન્સ પણ પરેશાન થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના માટે પ્રાર્થના કરતા જોવા મળે છે. હવે આ મામલે પોલીસ તપાસમાં કયા નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
પોલીસ સમક્ષ અનેક સવાલો
આ સાથે એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે જો દિલીપે આપઘાત કર્યો છે તો તેણે આપઘાત કેમ કર્યો અને આપઘાત નથી કર્યો તો પછી એક્ટરનું મૃત્યુ કેવી રીતે થયું? આવા અનેક સવાલો હાલમાં પોલીસની સામે છે, જેના જવાબ પોલીસ શોધી રહી છે.