બોલિવૂડ ટોપ ફાઇવમાં બીજા નંબરે રણબીર કપૂર આવે છે. આ વર્ષે બોલિવૂડમાં રણબીર કપૂરની ખૂબ જ ચર્ચા થઇ હતી, કારણ કે તેણે પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને તેની પર્સનલ લાઇફ ભારતભરનાં અખબારોમાં અને સોશિયલ મીડિયામાં આકર્ષણનુ કેન્દ્ર બની હતી. છેલ્લાં પાંચેક વર્ષની મહેનત બાદ તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, આ ફિલ્મના બોક્સઓફિસ કલેક્શનને લઇને મીડિયામાં ઘણી અસમંજસ ઊભી થયેલી જણાયેલી હતી. આ ફિલ્મમાં રણબીર-આલિયાની જોડીને ખૂબ જ વખાણવામાં આવી હતી. નોંધનીય છે કે આ વર્ષે આવેલી રણબીરની અન્ય એક ફિલ્મ શમશેરા બોક્સઓફિસ પર ખૂબ જ ખૂબજ ખરાબ રીતે પિટાઈ ગઇ હતી.

Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલ 2.5 રૂપિયા મોંઘુ થવાની આશંકા વચ્ચે જાહેર થયા નવા ભાવ, જાણી લો 4 જૂનનો રેટ









