‘ડખો’થી-‘સમજમાં ના આવે’ સુધીના સંગીત, મલ્હારની ધમાકેદાર ફિલ્મ જય માતાજી Lets Rock!
‘ડખો’થી-‘સમજમાં ના આવે’ સુધીના સંગીત, મલ્હારની ધમાકેદાર ફિલ્મ જય માતાજી Lets Rock!
Entertainment| By Sandesh Team | Published: May 10, 2025 03:02 pm
મનોરંજન સાથે મજબૂત મેસેજ
મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ જય માતાજી Lets rock! જે 9 મે, 2025 ના રોજ રિલીઝ થઈ ગઈ છે. તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘જય માતાજી Lets rock!’ દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સાથે ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર અને વ્યોમા નાંદી જેવા કલાકારો મુખ્ય ભૂમિકા ભજવે છે.
80 વર્ષીય દાદીની વાર્તા પર આધારિત
જય માતાજી Lets rock! ફિલ્મમાં એક 80 વર્ષીય દાદીની વાર્તા પર આધારિત છે જેમનું જીવન સરકારી યોજનાને કારણે રમૂજી રીતે બદલાઈ જાય છે. મનીષ સૈની દ્વારા નિર્મિત કરેલી આ ફિલ્મ મજા અને લાગણીઓથી ભરપૂર એન્જોય કરી શકો એવી સુંદર મજાની ફિલ્મ છે. આ પારિવારિક મનોરંજન ફિલ્મમાં શાનદાર કલાકારો સાથે રમૂજ અને હૃદયસ્પર્શી ક્ષણોનું મિશ્રણ જોવા મળે છે.
‘જય માતાજી Lets rock! ’ ફિલ્મનું સંગીત અને ગીતો પણ મજેદાર છે, ફિલ્મના બે મુખ્ય ગીતો છે, ‘સમજમાં ના આવે’ અને 'ડખો' આ ફિલ્મના ગીત છે. ખાસ કરીને "ડખો" ગીત લોકો માટે ખૂબ લોકપ્રિય બની ગયું છે. ગામઠી લય સાથે આ ગીતમાં મસ્તી અને લાગણી બંને છે. યુવા પેઢી પણ તેને ખૂબ પસંદ કરી રહી છે. ખાસ કરીને ડખો ગીત સંગીત ડિરેક્ટર દ્વારા આ ગીતને ખાસ રીતે તૈયાર કર્યું છે.
'સમજ માં ના આવે' ગીતમાં પ્રેમ અને ભાવનાઓથી ભરપૂર છે. પ્રેમ થવાની શરૂઆત થાય ત્યારે દુનિયા સ્લો મોશન પર ચાલવાં લાગે એવું થયું છે? આ ગીતમાં પણ કઈક એવું જ છે. ગીતનું નામ જ છે સમજમાં ના આવે’ છે. સંગીતમાં પણ સંદેશ અને મોજ મજા બંને જોવા મળે છે.
મનોરંજન સાથે મજબૂત મેસેજ
જિંદગીમાં ઉંમર ગમે તેટલી હોય, પણ પોતાને માટે જીવવું જરૂરી છે. પરિવાર હોવો જોઈએ, પણ પોતાનું આત્મસન્માન પણ જરૂરી છે. ‘જય માતાજી Lets rock!’ ફિલ્મ આખા પરિવાર સાથે જરૂરથી જોવી જોઈએ કારણ કે એ મનોરંજન સાથે મજબૂત મેસેજ પણ આપે છે. આ એવી ફિલ્મ છે જે દરેક માણસને હસાવશે પણ અને ઘણું શીખવી પણ જશે. જો તમે ખરેખર કોમેડી ફિલ્મોના શોખીન છો, તો તમે તેને જોવાનું ચૂકશો નહીં.