વર્ષ 2014માં સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાએ સાથે મળીને દર્શકોને 'કિક' આપી હતી. આ ફિલ્મથી સલમાન ખાનના કરિયરને પણ સારી સફળતા મળી હતી. હવે આ ફિલ્મના 11 વર્ષ બાદ, 2025માં ઈદના અવસર પર બંને ફરી એકસાથે આવી રહ્યા છે.


આ ફિલ્મની જાહેરાત બાદ જે ધૂમ મચી ગઈ હતી અને તાજેતરમાં જ તેના ટીઝર રીલિઝ થયા બાદ ફેન્સનું એક્સાઈટમેન્ટ આસમાને પહોંચી ગયું છે. ટીઝરમાં સલમાન ખાનનો જબરદસ્ત સ્વેગ જોવા મળ્યો હતો. માત્ર થોડીક સેકન્ડના ટીઝરમાં શાનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને જોરદાર એક્શન જોવા મળ્યું હતું. ફેન્સ ટીઝર જોતાની સાથે જ કહી રહ્યા છે કે આ ફિલ્મ બ્લોકબસ્ટર બનવાની છે.

એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ફી લે છે એક્ટર

આ ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત એક્સાઈટમેન્ટ છે, ત્યારે સાઉથના એક એક્ટરે આ ફિલ્મ વિશે પોતાનું એક્સાઈટમેન્ટ શેર કર્યો છે, જે તેની દરેક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા લે છે. જેની સાઉથની ફિલ્મ 'ગેમચેન્જર' આ વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે અને જેની અગાઉની ફિલ્મ 'RRR'એ દુનિયાભરમાં 1230 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


રામ ચરણે શું કહ્યું?

રામ ચરણ અને કિયારા અડવાણી, જે તેની સાથે ગેમ ચેન્જરમાં જોવા મળસે, તે સલમાન ખાનના શો 'બિગ બોસ 18'માં આવ્યા હતા. અહીં રામ ચરણે કહ્યું કે "સલમાન ભાઈ, થોડુ મોડું થયું, અમારે તમારા સિકંદરને પણ જોવો છે." તેના જવાબમાં સલમાન ખાને કહ્યું, "તે હવે આવશે, આ સિવાય કિયારા અડવાણીએ કહ્યું, "અમને ટીઝરને ગમ્યું."

સલમાન ખાનની 'સિકંદર' ક્યારે આવશે?

સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' ઈદના અવસર પર રિલીઝ થશે. તેનું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે અને ગજની બનાવનાર એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે. ગજની સિવાય મુરુગાદોસે અકીરા અને અક્ષય કુમારની હોલીડે જેવી ફિલ્મોનું પણ નિર્દેશન કર્યું છે.


  • Follow us on: