- રણવીરના ન્યુડ પર વિદ્યા સોલીડ જવાબ
- FIRના ચક્કરમાં ન પડવુ જોઈએ
- વિદ્યાએ કહ્યું, તમને જે ન ગમે તેને ન ખોલો
વિદેશના મેગેઝીન માટે કરાયેલ ન્યુડ ફોટોશુટની ચર્ચા અને કોન્ટ્રોવર્સી વિદેશ કરતા ભારતમાં વધારે જોવા મળી છે. જ્યારથી રણવીરે પીપર મેગેઝીન માટે ન્યુડ ફોટોશુટ કરાવીને પોતાના ઈનસ્ટાગ્રામ પર તસવીરો મુકી ત્યારથી તેના પર ચારેકોરથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. ક્યાક રણવીરના નામના મીમ્સ તો ક્યાક સામાજીક સંસ્થા દ્વારા તેને કપડાના દાનની ઓફરે દેશમાં ન્યુડ ફોટોશુટના ટોપીકને એક અલગ જ સ્થાન આપી દિધુ છે. તમને જણાવી દઈએ કે, રણવીરના ફોટોશુટ પર બોલીવુડના કેટલાય સેલેબ્સે તેને નોર્મલ ગણાવ્યું છે. અને તેના સપોર્ટમાં પણ આવ્યા છે. અર્જુન, આલિયા જેવા મોટા ભાગના સેલેબ્સે પણ રણવીરના ફોટોશુટને આવકાર્યું છે. જોકે, આ લીસ્ટમાં વિદ્યા બાલન પણ જોડાઈ ગઈ છે અને રણવીરના ન્યુડ ફોટોશુટને વિદ્યાએ પણ આવકાર્યું છે.










