બોલીવુડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્યારા અડવાણી માતા-પિતા બનવા જઇ રહ્યા છે. ફેન્સ સાથે આ ગુજ ન્યુઝ તેઓ એક ફોટોના માધ્યમથી શેર કરી છે. બે વર્ષના લગ્ન જીવન બાદ આ કપલ પોતાના નવા મહેમાનને આવકારવા તૈયારી કરી રહ્યુ છે. સિદ્ધાર્થ અને ક્યારાએ ક્યુટ ફોટો સોશિય મીડિયા પર મુક્યો છે. જે બાદ શુભચિંતકોએ સિદ્ધાર્થ અને ક્યારાને શુભેચ્છાઓ પાઠવી છે.


નવા વર્ષમાં ગુંજશે કિલકારી

સોશિયલ મીડિયા પર પોસ્ટ મુક્યા બાદ ક્યારાએ લખ્યુ છે કે, અમારી લાઇફનું સૌથી સુંદર ગિફ્ટ આવી રહ્યુ છે. અને પછી નાના બાળકના પગના મોજા સાથે ફોટો અપલોડ કર્યો છે. આ ફોટોમાં બોલીવુડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્યારા અડવાણીના હાથ જોઇ શકાય છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના મિત્રો જેમ કે નેહા ધુપિયા, કરણ જોહર, હુમા કુરૈશી, ગૌહર ખાન વગેરે તમામ આ સ્ટાર કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

બોલીવુડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્યારા અડવાણીએ એક સાથે ફિલ્મોમાં કામ કર્યુ છે. મિત્ર બન્યા બાદ તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા અને બાદમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. બંનેના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. અને હવે આ ગુડ ન્યુઝે ફરી સિદ્ધાર્થ અને ક્યારાને ચર્ચામાં મુક્યા છે.


  • Follow us on: