- લાંબા સમય બાદ જોવા મળી આ ત્રિપુટી
- જુગાર પાછળનો જોરદાર કોન્સેપ્ટ
- મનોરંજન સાથે મેસેજ આપતી ફિલ્મઃ દર્શકો
ગુજરાતી પ્રજા જેની આતુરતાથી રાહ જોઈને બેઠી હતી એ ફિલ્મ '3 એક્કા' થિએટર્સમાં રીલિઝ થઈ ચૂકી છે. જેને લઈને દર્શકોએ સારો એવો પ્રતિસાદ આપ્યો છે. માત્ર ફિલ્મના કલાકાર જ નહીં પણ ફિલ્મજગત સાથે જોડાયેલા કલાકારો પણ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મ રીલિઝ થયા બાદ ચોથા એક્કાની વાત જોરશોરથી થઈ રહી છે. 'છેલ્લો દિવસ' અને 'શું થયું' ફિલ્મની ત્રિપુટી એટલે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી ફરી એકવખત નવી જ વાર્તા લઈને આવ્યા છે. જેમાં મનોરંજન સાથે એક મેસેજ પણ છે. જોકે, ફિલ્મ છેક સુધી પેટ પકડીને હસાવી રહી છે. દર્શકો તો ત્યાં સુધી કહે છે ગુજરાતી ફિલ્મને હજુ પણ વધારે પ્રમોટ કરવી જોઈએ અને થિએટરમાં જઈને જોવી જોઈએ.

વધુને વધુ લોકો જોવા આવશે ઈન્ડસ્ટ્રી વિસ્તરશે
ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિત, કે જો હિન્દી ફિલ્મજગત સાથે જોડાયેલા છે. તેમણે આ ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતી પ્રજાના સુપરસ્ટાર ફરી સ્ક્રિન પર જોવા મળશે. અમે ફરીવાર આ લોકોને ભેગા કરી રહ્યા છીએ. ગુજરાતી ફિલ્મોને પ્રમોટ કરવી જ જોઈએ. વધુને વધુ લોકો આ ફિલ્મને જોવા આવશે તો ગુજરાતી ફિલ્મ જગત હજુ પણ વધારે વિસ્તરશે. આ પ્યોર મનોરંજન ફિલ્મ છે. ગુજરાતી પ્રજા બસ ગુજરાતી ફિલ્મોને પ્રમોટ કરે. જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ એશા કંસારા કહે છે કે, હું આ ફિલ્મનો ભાગ ન હોત તો પણ ફિલ્મને જોવા માટે જરૂર જાત. ફિલ્મ જોશો એટલે તમને પણ ત્રણ ગણી મજા પડવાની છે એ પાક્કુ છે.
હિતુ કનોડિયાનો રોલ સૌથી વધુ ચર્ચામાં
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિનિયર એક્ટર હિતુ કનોડિયા કહે છે કે, ફિલ્મ ખૂબ જ સારી છે. મેસેજ અને મનોરંજન બન્ને છે. ત્રણ ત્રિપુટીને ફરી સ્ક્રિન પર આવવાનો મોકો મળ્યો છે. પ્રોડ્યુસર આનંદ પંડિત આમ તો હિન્દી ફિલ્મો કરે છે. ડાયરેક્ટર રાજેશભાઈએ એક સરસ કોન્સેપ્ટ પર કામ કરેલું છે. મને ખૂબ જ મજા આવી આ ફિલ્મને કરીને. એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયાએ કહ્યું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ અને ફિલ્મમાં રહેલું એ પાત્ર મને ગમ્યું એટલે આ ફિલ્મ મેં સાઈન કરી હતી. જોકે, ફિલ્મ જોઈને થિયેટર્સની બહાર આવેલા દર્શકો એવું કહે છે કે, ઘણા સમય બાદ આ ત્રણેય કલાકારોને એક સાથે જોવાનો મોકો મળ્યો છે. વિક્કીની યાદ અપાવે એવી આ ફિલ્મ છે. ડાયલોગ સરસ છે. એક એક સીન સરસ છે. બધાને ગમી જાય એવો એક ડાયલોગ સરસ છે એ છે ટેહુંક. દરેક પરિવારે એક વખત તો આ ફિલ્મને જોવી જ જોઈએ. આ ફિલ્મમાં સરસ મેસેજ છે. મનોરંજન તો છે જ. પણ ફિલ્મમાં એક્ટરની સાથે એક્ટ્રેસનું કામ પણ ઘણું સરસ છે.

આવી રીતે ડાયરેક્ટરને આઈડિયા આવ્યો
જાણીતા ફિલ્મ મેકર પ્રહલાદ નિહલાની કહે છે કે, ગુજરાતી આ ફિલ્મ આ ઘણી સારી છે. જે રીતે જન્માષ્ટમી આ ફિલ્મમાં પ્રેઝન્ટ કરવામાં આવી છે એ જોરદાર છે. જે રીતે માણસ પોતાના જીવનમાં ભૂલ કરે છે અને પછી એનું ફળ જે તે સમયે આપણા સુધી પહોંચે છે એ ખૂબ જ સરસ છે. હિન્દી કે ગુજરાતી નહીં પણ દરેક વર્ગના લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ. ડાયરેક્ટર રાજેશ શર્મા કહે છે કે, મને તો આ આઈડિયા પબ્લિકમાંથી જ આવ્યો છે. પણ મેં એક મેસેજ આપવા માટે આ ફિલ્મ બનાવી છે. સાતમ આઠમ આવતા જ ઘણા ઘરમાં પત્તા રમાય છે. આ આઈડિયાએ જ મને ફિલ્મ માટે તૈયાર કર્યો છે.
Disclaimer -આ લેખ જાહેરાત નો એક ભાગ છે