ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે “જય માતાજી lets rock!”. દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું છે. ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ અને અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર, વ્યોમા નંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.


[[$googlead]]

વડીલોની હાજરીમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ

અમદાવાદમાં માતૃગૃહ ખાતે વડીલોની હાજરીમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું. ટ્રેલર જોતાં ખ્યાલ આવે છે કે, આ ફિલ્મમાં 80 વર્ષના દાદીની અનોખી સફર દર્શાવવામાં આવી છે. આ મજેદાર કોમેડી-ડ્રામા ફિલ્મના દિગ્દર્શક મનીષ સૈની છે. આ ફિલ્મ સિદ્ધાર્થ વડોદરિયા, કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ સાથે મનીષ સૈની અને આકાશ શાહ નિર્માતા અને સચિન પટેલ સહ-નિર્માતા અને અનિરુદ્ધ સિંહ રહેવાર એસોશિએટ પ્રોડ્યુસર છે. ફિલ્મની વાર્તા મનીષ સૈનીએ લખી છે અને ડાયલોગ્સ મનીષ સૈની અને નિરેન ભટ્ટે લખ્યા છે.

[[$alsoread]]

હાસ્યની સાથે સમાજને એક મેસેજ આપવાનો પ્રયાસ

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'જય માતાજી lets rock!' ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરીમાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. ટ્રેલર લોન્ચમાં મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર અને વ્યોમા નંદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેલર લોંચ થયું તે પહેલા ફિલ્મનું પોસ્ટર માતૃગૃહ ખાતે વડીલોની હાજરીમાં લોન્ચ કરાયું હતું. આ ફિલ્મ એ કોમેડી- ડ્રામા દર્શાવતી ફેમિલી ફિલ્મ છે, જેમાં હાસ્યની સાથે સમાજને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ 9 મે, 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જો ટ્રેલર એટલું પ્રભાવશાળી છે , તો ફિલ્મ અપેક્ષાઓથી પણ વધુ ઉંચી ઉડી શકે છે.

ફિલ્મમાં 80 વર્ષના દાદીની અનોખી સફર

આ ફિલ્મ એક 80 વર્ષના દાદીની અનોખી સફર વિશે છે. જ્યારે એક સરકારી સ્કીમનો લાભ લેવા માટે દીકરો અને પૌત્ર દાદીને વૃદ્ધાશ્રમમાંથી પાછા લેવા માટે જાય છે. અને દાદીને ઘરે પાછા લઈ આવે છે. પોતાના સ્વાર્થ માટે દાદી માટે બે ભાઈઓ વચ્ચે ઝગડો પણ થાય છે અને બંને દીકરાઓ અને વહુઓ તેમની સેવામાં લાગી જાય છે. વૃદ્ધાશ્રમમાંથી પાછા આવેલા દાદી પોતાની રીતે જીવન જીવવા લાગે છે અને વહુઓને હેરાન પરેશાન કરવાનું શરૂ કરે છે અને દાદીને ખુશ કરવા માટે બધા લોકો મહેનત કરવા લાગે છે.

ડિરેક્ટર મનીષ સૈનીની આ ફિલ્મ પણ પરિવારિક ઉતાર-ચઢાવ, સમાજમાં વૃદ્ધજનોના સ્થાન, નાણાકીય સંજોગો અને પરિવારની મહત્ત્વતા પર જેવી વાસ્તવિકતાઓ પર પ્રકાશ પાડે છે. ફિલ્મ વિશે વાત કરતાં ડિરેક્ટર મનીષ સૈની જણાવે છે કે આ ફિલ્મમાં અમે પરિવારીક સબંધો અને સમાજની ગૂંચવણોને મસ્તીમાં વણાયેલી અદ્ભૂત શૈલી સાથે રજૂ કરી છે. એક 80 વર્ષની દાદી પણ એ સામાન્ય દાદી નથી! તે જિંદગી પોતાની શરતો પર જીવવા તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને જોઈને લાગે છે કે ફિલ્મ એક સામાજિક મેસેજ હસતાં હસતાં આપે છે. ફિલ્મમાં દરેક એક્ટરે પોતાના પાત્રને બખૂબી નિભાવ્યું છે. દાદીના રોલમાં નીલા મુલ્હેરકર દર્શકોના દિમાગમાં એક અનોખી છાપ છોડી જશે. સિનેમાઘરોમાં દર્શકો માટે આ એક અનોખું મનોરંજન બનશે, જે હસાવશે પણ સાથે વિચારવા પણ મજબૂર કરશે.

9 મે, 2025ના રોજ થશે રિલીઝ

ફિલ્મમાં આગળ જઈને એક મોટો વળાંક આવે છે કે જ્યારે સૂરજમુખી દાદીને મળવા તેમનો જૂનો પ્રેમી આવે છે અને તે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે શું દાદી તેમનો પ્રસ્તાવ સ્વીકારે છે? શું બંને દીકરાઓને સરકારી યોજનાનો લાભ મળે છે? શું સરકારી લાભ અને રૂપિયાના ચકકરમાં દિકરાઓના વર્તનમાં કોઈ ફેર આવે છે? આ બધા સવાલોના જવાબ તમને 9 મે 2025 ના રોજ મળી જશે. ‘જય માતાજી lets rock!’ માત્ર એક ફિલ્મ નહીં, પણ દરેક ગુજરાતી ઘરના એક વાતાવરણ છે, જ્યાં વૃદ્ધાવસ્થાએ પણ આનંદથી જીવવાનો સંદેશ મળે છે. આ ફિલ્મ હાસ્યથી લઈને હૃદયસ્પર્શી લાગણીઓ સુધીની સફર છે. આવી રહી છે મનોરજન કરાવવા ગુજરાતી ફિલ્મ ‘જય માતાજી lets rock!’ 9 મે, 2025થી તમારા નજીકના સિનેમાઘરોમાં.

Disclaimer : આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

  • Follow us on: