• ગુરુ ચરણ ઘરે પરત ફર્યા બાદ એક વ્યક્તિએ ખુલાસો કર્યો
  • અભિનેતા થોડા સમય માટે દુનિયાથી દૂર રહેવા માંગતો હતો 
  • ગુરુચરણ સિંહ લાંબા સમયથી આધ્યાત્મિક યાત્રા પર જવા માંગતો હતો
ગુરૂચરણ સિંહ ગુમ થયાના 28 દિવસ બાદ 17 મેના રોજ પરત ફર્યા હતા. તેમની દિલ્હી પોલીસે સતત શોધખોળ કરી હતી અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના કલાકારોની પણ પૂછપરછ કરી હતી. પરંતુ અભિનેતા ક્યાં ગુમ છે અને તે આટલા લાંબા સમયથી પોતાના ઘરથી દૂર કેમ છે તે કોઈને ખબર ન હતી. ગુરુ ચરણ ઘરે પરત ફર્યા બાદ એક વ્યક્તિએ ખુલાસો કર્યો છે કે, તે જાણતા હતા અભિનેતા ગુરુચરણ સિંહ ક્યાં છે.

આ વ્યક્તિ ગુરુચરણ સિંહ વિશે જાણતા

અહેવાલ મુજબ, ગુરચરણ સિંહની મિત્ર ભક્તિ સોનીએ જણાવ્યું છે કે તે અભિનેતાના પરિવાર અને પોલીસના સતત સંપર્કમાં હતી. સોનીએ ખુલાસો કર્યો હતો કે, 'મને એક પોલીસ અધિકારી દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગુરુચરણ ઘરે પરત ફર્યા છે અને સુરક્ષિત છે. તેમણે તેના માતા-પિતાને જાણ કર્યા વિના આ રીતે ઘર છોડવું ન જોઈએ આ સંપૂર્ણપણે ખોટું હતું. તેણે વધુમાં કહ્યું કે હું આ બધું પહેલેથી જ જાણતી હતી.


ભક્તિ સોનીએ કહ્યું હતું કે, 'મને આશ્ચર્ય નથી થયું કે અભિનેતા ક્યાં ગુમ હતા. કારણ કે તે થોડા સમય માટે દુનિયાથી દૂર રહેવા માંગતો હતો અને ગુરુચરણ સિંહ લાંબા સમયથી આધ્યાત્મિક યાત્રા પર જવા માંગતો હતો. ત્યારે અચાનક ગુમ થવાના સમાચાર મળ્યા મને તેમના ગુમ થવા વિશે જાણ થઈ ત્યારે મને આશ્ચર્ય થયું કે શું તેઓ આધ્યાત્મિક યાત્રા પર ગયા છે પરંતુ હું તેના વિશે કંઈ કહી શકી નહીં.


  • Follow us on: