- બોલિવૂડમાં જાણીતી છે આ જોડીઓ
- સુપરસ્ટાર પિતાના પુત્ર પણ સુપરસ્ટાર બન્યા
- સોશિયલ મીડિયામાં પિતા-પુત્ર એક બીજાના વખાણ કરે છે
ફાધર્સ ડે નાં દિવસે આપણે બોલિવૂડના એવા પિતા-પુત્રની મશહૂર જોડીની વાત કરીશું જે તેમના ચાહકો માટે પ્રેરણા સમાન છે. આજે દેશભરમાં ઉલ્લાસ સાથે “ફાધર્સ ડે” ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્યથી લઈને બોલિવૂડ સેલેબ્સમાં આ દિવસનો ઉલ્લાસ જોવા મળતો હોય છે. આ દિવસને યાદગાર બનાવતા બોલિવૂડના સિતારા સોશિયલ મીડિયા મારફતે પિતાને “ફાધર્સ ડે”ની અભિનંદન આપતા હોય છે. આ ખાસ દિવસ પર આપણે બોલિવૂડના આ પિતા-પુત્રની મશહુર જોડીઓના વિશે વાત કરીશું, જે તેમના ફેન્સ માટે આઇડિયલ છે.

રિતિક રોશન અને તેના પિતા રાકેશ રોશન
બોલિવૂડમાં આઇડિયલ પિતા અને પુત્રની જોડીમાં સૌથી ઉપર સ્થાન ધરાવતા અભિનેતા રિતિક રોશન અને તેમના પિતા રાકેશ રોશન આવે છે. તેમના બંને વચ્ચે હંમેશા સારું બોન્ડિંગ જોવા મળે છે.
અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન
મહાનાયક બીગ બીનાં પુત્ર અભિષેક બચ્ચન ભલે બોલિવૂડમાં તેમની સરખામણીનું નામ મેળવી નાં શક્યા હોય. પણ તેમના વચ્ચે પ્રેમ હંમેશા જોવા મળે છે. સોશિયલ મીડિયા મારફતે બંને પિતા-પુત્ર હમેશા એક બીજાને બિરદાવતા જોવા મળે છે.
સલમાન ખાન અને પિતા સલીમ ખાન
બોલિવૂડનાં સુપરસ્ટાર સલમાન ખાન પોતાના પિતા સલીમ ખાનને હંમેશા સમ્માન આપતા જોવા મળે છે. તેમનું ધ્યાન રાખતા અને સાર સંભાળ લેતા જોવા મળે.
ધર્મેન્દ્ર અને બંને પુત્ર સની અને બોબી
બોલિવૂડનાં હીમેન ગણાતા ધર્મેન્દ્રનાં પુત્ર સની અને બોબી તેમના માટે જીવનમાં સૌ પ્રથમ આવે છે. જણાવી દઈએ કે સની દેઓલે તેમના પિતાના પસંદની છોકરી સાથે લગ્ન કર્યા છે. તે અત્યારે પણ તેમનું તેટલું જ સમ્માન કરે છે.

જેકી શ્રોફ અને ટાઈગર શ્રોફ
અન્ય એક આઈડિયલ જોડીમાં જેકી શ્રોફ અને ટાઇગર શ્રોફનું નામ પણ ગણવામાં આવે છે. પોતાના પિતાની સાથે સરખાવતા તેમને ગર્વ કરાવતા ટાઇગર શ્રોફ એક પછી એક સુપરહિટ ફિલ્મોથી દર્શકોનાં દિલ જીતતા જોવા મળે છે.
વરુણ ધવન અને પુત્ર ડેવિડ ધવન
બોલિવૂડનાં પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ડેવિડ ધવનનાં પુત્ર વરુણ પણ સુપરસ્ટાર બનવાની હરોળમાં જોડાઈ ગયા છે. પિતા-પુત્ર વચ્ચે હંમેશા એક સારી આવું બોન્ડિંગ જોવા મળતું હોય છે.
જીતેન્દ્ર અને તેમના પુત્ર તુષાર કપૂર
બોલિવૂડનાં મહાન અભિનેતા જીતેન્દ્રનાં પુત્ર તુષાર કપૂરનાં વખાણ થતા જોવા મળે છે. જીતેન્દ્રને તેમની પર ગર્વ છેે.