બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના છૂટાછેડાં ચર્ચામાં છે. આ કપલે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. આ પછી બંનેએ તેમના પુત્ર અગસ્ત્યનું સ્વાગત કર્યું. હવે બંનેના છૂટાછેડા પણ થઈ ગયા છે.
હાર્દિક પંડ્યા અને નતાશાએ કહી આ વાત
જુલાઈ 2024માં જ હાર્દિક પંડ્યા અને નતાશાએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભલે બંને એકબીજાથી અલગ થઈ રહ્યા હોય, પરંતુ તેઓ તેમના પુત્ર અગસ્ત્યનો ઉછેર સાથે કરશે.
હાર્દિક પંડ્યાના જીવનમાં 3 એક્ટ્રેસની એન્ટ્રી
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાને નતાશા સ્ટેનકોવિકથી અલગ થયાને માત્ર 2 મહિના થયા છે અને આ દરમિયાન તેનું નામ 3 એક્ટ્રેસ સાથે જોડાઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે જે ત્રણ એક્ટ્રેસના નામ હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહ્યા છે તે ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલા છે.
હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે
મળતી માહિતી મુજબ હાર્દિક પંડ્યાનું નામ પહેલા બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે જોડવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગે હાર્દિક અને અનન્યા એકબીજા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, આ અવસર પર અનન્યા અને હાર્દિક એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા પણ જોવા મળ્યા હતા. પરંતુ બંનેએ આ વિશે કશું કહ્યું નથી.
હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયા
એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં જસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક અને અનન્યા વેકેશન માટે સાથે ગ્રીસ ગયા છે. આ ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે ગ્રીસમાં એક જ પૂલસાઈડ પરથી બંનેની સમાન તસવીરો સામે આવી. જાસ્મિન વાલિયા એક બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી છે. જાસ્મીન વાલિયાએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. જાસ્મિન વાલિયાએ વર્ષ 2014માં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી.
હાર્દિક પંડ્યા અને ઈશિતા રાજ
બોલીવુડની જાણીતી એક્ટ્રેસ ઈશિતા રાજે પોતે હાર્દિક પંડ્યા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ઈશિતા રાજ ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં જોવા મળી હતી. ઈશિતા રાજે સ્પષ્ટ કહ્યું છે કે તે હાર્દિક પંડ્યાના પ્રેમમાં પાગલ છે. ઈશિતાએ કહ્યું કે હાર્દિક એક મહાન ક્રિકેટર અને ઓલરાઉન્ડર છે. તેને બેટિંગ કરતા જોવાની ખૂબ જ મજા આવે છે. હું તેમને પ્રેમ કરું છું. હું તેની સાથે લગ્ન પણ કરી શકું છું.
પિતા પાસે પહોંચ્યો પુત્ર અગસ્ત્ય
તમને જણાવી દઈએ કે નતાશા હાલમાં જ સર્બિયાથી મુંબઈ પરત આવી છે. મુંબઈ પરત ફરતાંની સાથે જ તેણે પુત્ર અગસ્ત્યને તેના પિતા હાર્દિક પંડ્યાના ઘરે છોડી દીધો હતો. હાર્દિકની ભાભી પંખુરી શર્માએ સોશિયલ મીડિયા પર અગસ્ત્યનો એક વીડિયો શેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.













