બોલીવુડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ ગયા વર્ષે એક્ટરે અચાનક પોતાના બ્રેકઅપની જાહેરાત કરીને ફેન્સને મોટો ઝટકો આપ્યો.


પરંતુ હાલમાં ફેન્સ જાણવા માંગે છે કે અર્જુનના જીવનમાં કોણ છે અને તે કોને ડેટ કરી રહ્યો છે. હર્ષ ગુજરાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આનો જવાબ આપ્યો.

અર્જુન કપૂરના મિત્રએ રિલેશનશિપ સ્ટેટસનો કર્યો ખુલાસો

અર્જુન કપૂર હાલમાં તેની ફિલ્મ મેરે હસબન્ડ કી બીવીને લઈને ચર્ચામાં છે. એક્ટર સતત ફિલ્મના જોરશોરથી પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મમાં હાસ્ય કલાકાર હર્ષ ગુજરાલ પણ છે. જેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના અને મિત્ર અર્જુન કપૂરના રિલેશનશિપ સ્ટેટસનો ખુલાસો કર્યો.

હર્ષે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પુષ્ટિ આપી કે તે અને અર્જુન હાલમાં કોઈ સંબંધમાં નથી. તેને કહ્યું કે "મારા માટે એ સાચું છે કે મારા વાસ્તવિક જીવનમાં અત્યારે કોઈ નથી, હું હાલમાં સિંગલ છું અને અર્જુન ભાઈ પણ વાસ્તવિક જીવનમાં સિંગલ છે. તેથી અમે ફિલ્મ માટે આ કરી રહ્યા છીએ."

અર્જુન કપૂરે સમજાવી આ વાત

અર્જુન કપૂરે સિંગલ રહેવા અને રિલેશનશિપમાં રહેવા વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો અને સીમાઓનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેને કહ્યું કે "જુઓ, જો તમે સિંગલ હોવ તો વાત અલગ છે અને જ્યારે તમે કોઈની સાથે હોવ ત્યારે વાત અલગ છે. જ્યારે તમે સિંગલ હોવ છો, ત્યારે તમે સામાન્ય રીતે 'મજા' કરી શકો છો. પરંતુ જ્યારે તમે સંબંધમાં હોવ છો, ત્યારે તમે નથી કરી શકતા."

આ ફિલ્મમાં જોવા મળશે અર્જુન કપૂર

અર્જુન કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ તેમની આગામી ફિલ્મ મેરે હસબન્ડ કી બીવીમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં ડીનો મોરિયા, હર્ષ ગુજરાલ અને શક્તિ કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2025 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફેન્સ આ ફિલ્મને કેવો પ્રતિભાવ આપે છે તે જોવાનું રહેશે.


  • Follow us on: