- સલમાન ખાન ટાઈગર-3ના પ્રમોશનમાં વ્યસ્ત છે
- ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત આવશે સલમાન ખાન
- ભારત-પાકિસ્તાનની મેચમાં કરશે ફિલ્મનું પ્રમોશન
આ દિવસોમાં સલમાન ખાન તેની ફિલ્મ ટાઇગર 3ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ટાઇગર 3 ના પ્રમોશન માટે તે ભારત અને પાકિસ્તાનની મેચ જોવા પણ જશે. તેની વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે સલમાન અને અર્જુન કપૂર વચ્ચેની કોલ્ડ વોર પૂરી થઈ ગઈ છે. જાણો શું છે સમગ્ર મામલો..
સલમાન અને અર્જુન વચ્ચે કોલ્ડ વોર સમાપ્ત!
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને સલમાન ખાન એકબીજા સાથે વાત કરતા નથી. દરેક વ્યક્તિ આ જાણે છે. થોડા સમય પહેલા અર્જુન અને સલમાન વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી હતી. પરંતુ હવે લાગે છે કે બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. સલમાન ખાન અને અર્જુન કપૂર વચ્ચેની કોલ્ડ વોર સમાપ્ત થઈ ગઈ છે. આ દિવસોમાં સલમાન ખાન તેની ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. તે ટાઇગર 3ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ટાઈગર 3ના પ્રમોશન માટે સલમાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું પ્રમોશન કરવા જઈ રહ્યો છે. આ મેચ 14 ઓક્ટોબરે રમાશે. સલમાને હાલમાં જ આની જાહેરાત કરી છે.
સલમાનના પ્રમોશન વીડિયો યશ રાજ ફિલ્મ્સે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અર્જુન કપૂરે આ વીડિયોને લાઈક પણ આપી છે. જે બાદ લાગી રહ્યું છે કે અર્જુન અને સલમાન વચ્ચેની કોલ્ડ વોરનો અંત આવી ગયો છે.
સલમાને અર્જુનને એક્ટર બનાવ્યો
અર્જુન કપૂરે ક્યારેય સલમાન ખાન સાથેના અણબનાવ વિશે જાહેરમાં વાત કરી નથી પરંતુ અર્જુનના પિતા બોની કપૂરે એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે અર્જુન અને સલમાન વચ્ચેના સંબંધો સારા નથી.
બોની કપૂરે 2020માં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાને જ અર્જુનને એક્ટર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. બોની કપૂરે કહ્યું હતું- અર્જુન હંમેશાથી ડાયરેક્ટર બનવા માંગતો હતો, તેથી જ મારો તેને હીરો તરીકે લોન્ચ કરવાનો કોઈ પ્લાન નહોતો. પરંતુ એક દિવસ મને સલમાનનો ફોન આવ્યો કે અર્જુને અભિનયમાં હાથ અજમાવવો જોઈએ કારણ કે તેની પાસે તે એલિમેન્ટ છે. ત્યારપછી સલમાને અર્જુનને પ્રોત્સાન આપી ગ્રૂમ કર્યો.