ટીવી અભિનેત્રી હિના ખાન તેના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. હિના ખાને 4 જૂનના રોજ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રોકી જયસવાલ સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ નોંધણી કરાવીને લગ્ન કર્યા છે. કપલે અચાનક જ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા. હિના ખાનનો બ્રાઈડલ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો કારણ કે અભિનેત્રીએ સુંદર મહેંદી, જ્વેલરી અને સાડીમાં પોતાના લુકને પૂર્ણ કર્યો હતો આ દરમિયાન હિના ખાન લગ્ન બાદ પોતાના પત્ની સાથે નહીં પરંતુ માતાના ઘરે સાથે જોવા મળી હતી.


હિના ખાને ઈદની તસવીરો કરી શેર

હિના ખાન લગ્નના બીજા જ દિવસે પોતાના કામ પર પરત ફરી હતી. અભિનેત્રીએ એક ઈવેન્ટમાં પહોંચીને કહ્યું હતું કે, ગઈકાલે જ મારા લગ્ન થયા પરંતુ મને એક અદભૂત મોકો મળ્યો તેથી આજે અહીં આવી છુ. આ દરમિયાન હિના ખાને પોતાની ઈદની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રીએ પોતાની માતા સાથે તેના ઘરે આ ઉજવણી કરી હોય એવું તસવીર પરથી લાગી રહ્યું છે તેથી ફેન્સ હિના ખાનને સવાલ કરી રહ્યા છે કે, તે લગ્ન બાદ સાસરિયે નથી ગઈ.


હિના ખાન પતિના ઘરે નહીં માતાના ઘરે

હિના ખાને ડાયનિંગ ટેબલની તસવીરો શેર કરી છે જે તેની માતાના ઘરનું હોવાનું સામે આવ્યું છે. અભિનેત્રીએ તેની માતા સાથે તેના જ ઘરે ઈદની ઉજવણી કરી હોય એવું લાગી રહ્યું છે કારણ કે લગ્ન પહેલા હિના જે ઘરની તસવીરો શેર કરતી એ જ ઘર છે. હિના ખાને હાલમાં જે તસવીરો શેર કરી છે જેમાં તેના પર હાથ પર લગ્નની મહેંદી પણ છે સાથે જ તે વ્હાઈટ ટી-શર્ટમાં નજરે પડી રહી છે. હિના ખાનના બીજા ફોટોમાં રૂમનો બેડ જોવા મળી રહ્યો છે તે જેના જૂના ફોટોઝમાં પણ નજરે પડી રહ્યો હતો. અભિનેત્રીની આ તમામ તસવીરો પરથી ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે.

કેન્સરથી ઝઝુમી રહી છે હિના ખાન

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી હિના ખાન હાલ કેન્સર સામે ઝઝુમી રહી છે. સાથે જ તે પોતાની આ લડાઈમાં હિમંતથી મજબૂત રીતે લડતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો પતિ પણ તેને કેન્સર સામે તે લડી શકે તેથી સપોર્ટ કરી રહ્યો છે અને આ જ કરાણે તેને હિના ખાન સાથે અચાનક જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હોઈ શકે. હિના અને રોકીની જોડી ફેન્સને પણ ખૂબ જ પસંદ આવી રહી છે.


  • Follow us on: