- બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી હિના ખાન
- હિનાએ પ્રાર્થનામાં હાથ ઉંચા કર્યા
- પોસ્ટ જોઈને અભિનેત્રીના ફેન્સ ટેન્શનમાં
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી હિના ખાને થોડા દિવસો પહેલા જ ફેન્સને સ્તન કેન્સર સામે લડવાની વાત કહી હતી. સ્તન કેન્સર વિશે ખુલાસો કર્યા બાદ હિના ખાન અવારનવાર સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ્સ અને પ્રેરક પોસ્ટ્સ શેર કરે છે. હવે અભિનેત્રીએ જે પોસ્ટ કરી છે જેમાં તેનું દર્દ દેખાઈ રહ્યું છે.
બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી હિના ખાન
હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે હતું કે, અલ્લાહ સિવાય કોઈ તમારી પીડા દૂર કરી શકે નહીં. હિનાએ આ પોસ્ટ પર કેપ્શન પણ લખ્યું છે કે, 'પ્લીઝ અલ્લાહ પ્લીઝ.' કેપ્શનમાં હિનાએ પ્રાર્થનામાં હાથ ઉંચા કર્યા છે અને એક ઈમોશનલ ઈમોજી પણ ઉમેર્યું છે. બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાનની આ પ્રકારની પોસ્ટ જોઈને અભિનેત્રીના ફેન્સ ટેન્શનમાં છે.

હિના ખાનને કેન્સર વિશે કેવી રીતે ખબર પડી?
હિના ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કરીને બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરી હતી. જ્યાં હિનાએ જણાવ્યું હતું કે તે અવારનવાર બીમાર પડવા લાગી હતી અને તેને વારંવાર તાવ આવતો હતો. જ્યારે તે ડોક્ટર પાસે ગઈ ત્યારે તેને કેન્સરની તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. આ સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતા. હિનાએ કહ્યું હતું કે તેણે પોતાની જાત પર નિયંત્રણ રાખ્યું છે અને હવે તેની કીમોથેરાપી પણ શરૂ થઈ ગઈ છે.