ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર હિના ખાન હાલમાં બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીના ત્રીજા સ્ટેજમાં છે અને આ બીમારી સામે પોતાના જીવનની લડાઈ લડી રહી છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને તેના ફેન્સ સાથે તેના સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ્સ શેર કરતી રહે છે. હાલમાં જ હિનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક પોસ્ટ્સ કરી છે જે તેની પાંચમી કીમોથેરાપી પછીની છે. અભિનેત્રીએ તેનાથી થતી આડઅસરો અંગે પણ જણાવ્યું છે.

હિના ખાનની પાંચમી કીમોથેરાપી

હિના ખાનના ફેન્સે ઝડપી સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે જેના માટે અભિનેત્રીએ તેના ફેન્સનો પણ આભાર માન્યો છે. હિના ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, તેની પાંચમી કીમોથેરાપી પૂરી થઈ ગઈ છે. જોકે તેના કારણે તેના શરીર પર આડઅસર વધુ જોવા મળી છે. થોડા સમય પહેલા તેણે ‘મ્યુકોસાઇટિસ’ વિશે જણાવ્યું હતું. હવે હેલ્થ અપડેટ આપતા હિનાએ કહ્યું હતું કે, તેને મ્યુકોસાઇટિસથી ઘણી રાહત મળી છે પરંતુ એક નવી સમસ્યા ઊભી થઈ છે.


કીમોથેરાપીની આડ અસરો હિના ખાન પર જોવા મળી

હિના ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું તમને એક અપડેટ આપવા માંગુ છું. મારી મ્યુકોસાઇટિસ હવે ઘણી સારી છે. મેં તમારી બધી ટિપ્પણીઓ અને સૂચનો વાંચ્યા છે. તમે બધાએ મને ખૂબ મદદ કરી છે તેથી હું તમને ખૂબ પ્રેમ મોકલી રહ્યી છું. ત્યાર બાદ તેણે બીજી પોસ્ટ શેર કરી હતી અને જેમાં તેના ચહેરા પર ઘણો પરસેવો જોઈ શકાય છે. આ તસવીર શેર કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે, આ કીમોથેરાપીની આડ અસર છે.

તેણે એ પણ જણાવ્યું હતું કે તેના ચહેરો પર માત્ર 10 મિનિટમાં જ પરસેવો થઈ જાય છે. આ સિવાય હિના ખાન તેના ઇન્સ્ટાગ્રામ પર તેના સ્વાસ્થ્ય અપડેટ્સ શેર કરતી રહે છે અને તેના ફેન્સ ટિપ્પણીઓમાં તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે. હાલમાં જ હિના ખાને નિર્માતા-નિર્દેશક એકતા કપૂરના ઘરે ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી. જેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન હિના પીળા અને સફેદ રંગના કોર્ડ-સેટમાં જોવા મળી હતી.


  • Follow us on: