- શાહરૂખ ખાનની IPLમાં KKR પાસેથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી
- શાહરૂખ IPLની એક સિઝનમાંથી 70-80 કરોડ રૂપિયા કમાય છે: સુત્ર
- શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની બે સીઝન જીતી છે
બોલિવૂડના કિંગ ખાન જ્યાં જાય છે ત્યાં પોતાની છાપ છોડી જાય છે. શાહરૂખ ખાનની ફિલ્મો હોય કે IPL મેચો દરેક તેને જોવા આવે છે. શાહરૂખ ખાન હંમેશા ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવે છે હવે ફેન્સને IPLમાં પણ શાહરૂખનો જાદુ જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સનો સહ-માલિક છે. જ્યારે પણ શાહરૂખની ટીમની મેચ હોય છે ત્યારે તે મોટાભાગે તેના પરિવાર સાથે સ્ટેડિયમમાં જોવા મળે છે. મેચ બાદ શાહરૂખના મેદાનની આસપાસ ફરતા વીડિયો વાયરલ થતા રહે છે. શાહરૂખ કિંગ સાઈઝ લાઈફ જીવે છે. કમાણીના મામલામાં તે કોઈથી ઓછા નથી. શાહરૂખ ખાન પણ IPLમાંથી કરોડોની કમાણી કરે છે.
શાહરૂખ ખાન IPLમાં KKR પાસેથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. IPLની દરેક સિઝનમાં શાહરૂખ ખાન એક ફિલ્મ કરતા વધુની કમાણી કરે છે.
IPLમાંથી કરે છે આટલાની કમાણી
IPLમાં દરેક ટીમ કરોડોની કમાણી કરે છે. હકીકતમાં BCCI દરેક ટીમને ટીવી ટેલિકાસ્ટ અને સ્પોન્સરશિપની કમાણીનો અમુક હિસ્સો આપે છે. આ સિવાય શાહરૂખ ખાનને તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફ્રેન્ચાઈઝી ફી, ઈવેન્ટ રેવન્યુ અને ઘણી ઈનામી રકમ પણ મળે છે. શાહરૂખ ખાન IPLમાંથી કેટલી કમાણી કરે છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ રિપોર્ટ્સમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શાહરૂખની 70-80 કરોડની કમાણી
રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ ખાનની કુલ કમાણી 250-270 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમાંથી 100 કરોડ રૂપિયા ખેલાડીઓ અને મેનેજમેન્ટ ખરીદવા પાછળ ખર્ચવામાં આવે છે. ત્યાર બાદ 150 કરોડ રૂપિયા બાકી છે. જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સને 55 ટકા અને બાકીનો હિસ્સો શાહરૂખ ખાનને મળે છે. જો આ ગણતરી કરીએ તો શાહરૂખ IPLની એક સિઝનમાંથી 70-80 કરોડ રૂપિયા કમાય છે.
તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સને શાહરૂખ ખાન અને તેના મિત્રો જૂહી ચાવલ અને જય મહેતાએ મળીને ખરીદ્યો હતો. શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની બે સીઝન જીતી છે. તેણે આઈપીએલની સિઝન 5 અને સિઝન 7 જીતી હતી.