બોલીવુડના રોયલ અને  પ્રખ્યાત બચ્ચન પરિવારની સભ્ય નવ્યા નવેલી નંદાએ ફિલ્મી દુનિયા સિવાય પોતાની કારકિર્દીની દિશા જાતે જ નક્કી કરી છે. નવ્યાને પણ અભિનયની દુનિયામાં પગ મુકવાની તક મળી હતી ત્યારે તેણે પોતાના માટે એક કરિયર પસંદ કર્યું છે જેમાં માત્ર 26 વર્ષની ઉંમરે તેની નેટવર્થ જાણીને તમે ચોંકી જશો.


અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી નવ્યાએ પોતાના પરિવારનો ફિલ્મી વારસો છોડીને બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો છે. નવ્યા માટે પણ આ પગલું ખૂબ જ સફળ રહ્યું છે. તેણે પિતાના પગલે ચાલીને બિઝનેસમાં સફળતા હાંસલ કરી છે.

નવ્યા નવેલી 7014 કરોડ રૂપિયાની સંપત્તિની વારસદાર 

નવ્યા નવેલીએ માત્ર 21 વર્ષની ઉંમરે બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની પાસે 7014 કરોડ રૂપિયાની સંપત્તિ છે. નવ્યાએ IIM અમદાવાદ ખાતે બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં એડમિશન લીધું જે એક અનોખા ઓનલાઈન MBA પ્રોગ્રામ છે જે કામ કરતા પ્રોફેશનલ્સ માટે રચાયેલ છે. આ પ્રસંગે નવ્યાએ તસવીર શેર કરીને તેના ચાહકો સાથે આ ખુશી વ્યક્ત કરી હતી.

ફેમિલી બિઝનેસમાં 36.59 ટકા હિસ્સો

નવ્યાની પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે વાત કરીએ તો, તેના પિતા નિખિલ નંદા એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. 2021 સુધીમાં કંપનીની આવક રૂ. 7014 કરોડ હતી અને નિખિલ નંદા કંપનીમાં 36.59 ટકા હિસ્સો ધરાવે છે.

21 વર્ષની ઉંમરે કારકિર્દીની શરૂઆત કરી હતી

નવ્યાએ 21 વર્ષની ઉંમરે કૌટુંબિક વ્યવસાયમાં જુનિયર માર્કેટિંગ મેનેજર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી તેણે કંપની સાથે સતત કામ કર્યું છે અને ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.

નવ્યા સફળ વ્યવસાયિક સાહસો સાથે સંકળાયેલી 

નવ્યાએ મહિલા કેન્દ્રિત હેલ્થ ટેક કંપની 'આરા' હેલ્થના સહ-સ્થાપક તરીકે પણ સેવા આપી હતી. વધુમાં તે ‘નવેલી’ પ્રોજેક્ટના સ્થાપક છે જેનો હેતુ ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકોને શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા અને સહાય પૂરી પાડવાનો છે.

લોકપ્રિય પોડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા'

મીડિયા અને મનોરંજનની દુનિયામાં નવ્યાનો બીજો સફળ પ્રયાસ છે તેનું પોડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા'. આ પોડકાસ્ટમાં નવ્યા તેની માતા શ્વેતા બચ્ચન અને દાદી જયા બચ્ચન સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરે છે જે પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિય છે.

નવેમ્બર 2023માં નવ્યાના દાદા અમિતાભ બચ્ચન અને માતા જયા બચ્ચને તેમની જુહુ હવેલી 'પ્રતીક્ષા' પુત્રી શ્વેતા બચ્ચનના નામે ટ્રાન્સફર કરી તેની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા છે. પ્રોપર્ટી સિવાય નવ્યાને તેના પિતા પાસેથી બીજી ઘણી પ્રોપર્ટી વારસામાં મળી હોવાના અહેવાલો છે. અમિતાભ બચ્ચન પણ પોતાની પ્રોપર્ટી ઘણા સમય પહેલા જ વહેંચી ચુક્યા છે. બિગ બીએ તેમની કુલ સંપત્તિને બે ભાગમાં વહેંચી છે  તેમણે તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચનને સમાન ભાગીદાર બનાવ્યા છે.

જ્યારે નવ્યા નવેલીની કુલ સંપત્તિ રૂ. 7014 કરોડ છે. અહેવાલ મુજબ, તેમના દાદા અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ રૂ. 3,190 કરોડની આસપાસ છે અને તેમની વાર્ષિક આવક રૂ. 60 કરોડની આસપાસ છે.

નવ્યાની અંગત મિલકત

જો નવ્યાની અંગત સંપત્તિની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, તેના બિઝનેસ વેન્ચર અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સહિત તેની કુલ સંપત્તિ લગભગ 60 કરોડ રૂપિયા છે. નવ્યા નવેલી નંદાએ તેની કારકિર્દીમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે દર્શાવે છે કે તેણે માત્ર તેના પરિવારની સંપત્તિ દ્વારા જ નહીં પરંતુ તેની સખત મહેનત અને સમર્પણ દ્વારા પણ સફળતા પ્રાપ્ત કરી છે.

  • Follow us on: