- કોરોના વાયરસના ડરના લીધે દુબઈમાં થયું શૂટ
- બધી ક્રૂ ના હેલ્થનો હતો પ્રશ્ન
- લખનઉમાં પણ થયું હતું શૂટ
ઋતિક રોશન અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ની અપકમિંગ ફિલ્મ 'વિક્રમ વેઘા' થોડા દિવસ પહેલા ઘણી જ ચર્ચામાં હતી. રીપોર્ટસમાં જણાવ્યું છે કે ઋતિક રોશને (Hrithik Roshan) UPમાં શૂટ કરવાની ના પાડી દીધી છે અને મેકર્સને કહ્યું કે દુબઈમાં UP જેવા જ સેટ બનાવે.
હવે 'વિક્રમ વેઘા' (Vikram Vedha)ના મેકર્સ આ સમગ્ર મામલે નિવેદન આપે છે અને તેઓએ કહ્યું કે આવું કઈ થયું જ નથી. દુબઈમાં કેમ શૂટ કરવું પડ્યું તેની માહિતી મેકર્સ દ્વારા નિવેદનની જાણકારી આપી.
મેકર્સે આ મામલા પર શું કહ્યું
ઓફિશિયલી નિવેદન પર મેકર્સને કહ્યું ' વિક્રમ વેધા ' ની શુટિંગના સ્થળોને લગતા ભ્રામક અને પાયાવિહોણા અહેવાલો સામે આવ્યા છે. અમે એ સ્પષ્ટ કરવા માગીયે છે કે 'વિક્રમ વેધાનું' શૂટિંગ મોટાભાગનું ભારતમાં જ થયું છે અને જેમાં લખનઉ પણ શામિલ છે.
દુબઈમાં શુટિંગ કરવાનો નિર્ણય ઋતિકના કારણે લેવામાં નહોતો આવ્યો
UPના સેટ દુબઈમાં બનાવવાની વાત મેકર્સને કહ્યું હતુ કે કોરોના વાયરસના લીધે આખી ટીમના હેલ્થની સમસ્યાઓ ના કારણે આ નિર્ણય લીધો હતો. ઋતિકને UPમાં શૂટ કરવામાં કઈ વાંધો નહોતો. મેકર્સને નિવેદનમાં કહ્યું કે ઓક્ટોમ્બર - નવેમ્બર 2021માં UAEમાં (United Arab Emirates) ફિલ્મના થોડાક હિસ્સાનું શુટિંગ કાર્ય હતું. પરંતુ આ એકમાત્ર લોકેશન જ્યાં ક્રુ માટે બાયો બબલની વ્યવસ્થા ઉપલબ્ધ હતી. અને શુટના એક મહિના પહેલા, એક સ્ટુડીયો બનાવવાની પરમિશન આપી હતી. અમે હેલ્થ અને નિયમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. મેકર્સે એ પણ કહ્યું કે જો ફિલ્મની સાથે ક્રિયેટીવ લોકોની સલાહનું સ્વાગત કરીએ છે. પરંતુ પ્રોડક્શન અને બજેટના સંબંધિત નિર્ણયો તે પોતે જ લે છે.
ઋતિક રોશન અને સૈફ અલીખાન લીડ રોલ વાળી ફિલ્મ 'વિક્રમ વેધા'ને પુષ્કર ગાયત્રીની જોડી ડાયરેક્ટ કરે છે. આ પતિ- પત્નીને તમિલ ફિલ્મ બનાવીને ઓરિજિનલ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યૂમાં ડાયરેક્ટરે કહ્યું કે હિન્દી ફિલ્મ તમિલ ફિલ્મથી કઈ અલગ જ છે.
એમણે કહ્યું કે કહાનીની અનુભૂતિ તો પહેલા જેવી જ રાખી છે. પરંતુ ફિલ્મનું સ્કેલ અને બજેટ વધારી દીધ્યું છે. ફિલ્મમાં ઋતિક સૈફની સાથે રાધિકા આપ્ટે (Radhika Apte) અને રોહિત સરાફ (Rohit Saraf) પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. 'વિક્રમ વેધા' 30 સપ્ટેંબરે થીયેટરમાં રિલીઝ થશે.