• વર્લ્ડવાઈડ 208 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું
  • ભારતમાં પહેલા વીકેન્ડમાં 120 કરોડ રૂ.થી વધુનું કલેક્શન કર્યું
  • ફાઈટરે પહેલા વીકેન્ડમાં જ હોલિવૂડની અનેક ફિલ્મોને આપી માત

પઠાણ બાદ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ ફરી એકવાર ચમક્યા છે. સિદ્ધાર્થની નવી ફિલ્મ ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફાઈટર એકવાર ફરીથી ધમાલ મચાવવા તૈયાર છે. પહેલા દિવસની ધીમી શરૂઆત કરનારી ફાઈટર બીજા દિવસથી એવી રફ્તાર સાથે આગળ વધી કે તેનું વીકેન્ડ કલેક્શન પણ દમદાર રહ્યું.

પહેલા વીકેન્ડમાં 120 કરોડ રૂ.થી વધુનું કલેક્શન કર્યું

ભારતમાં ઋત્વિકની ફિલ્મે પહેલા વીકેન્ડમાં 120 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. ગુરુવારે રીલિઝ થયેલી ફાઈટરને પહેલા દિવસે ધીમી શરૂઆત બાદ શુક્રવારથી દમદાર કલેક્શન મળ્યું છે. અત્યાર સુધી બોક્સ ઓફિસ પર ચાર આંકડામાં કમાણી કરી ચૂકેલી આ ફિલ્મ સફળ રહી છે. ઋત્વિક અને દીપિકાની ફિલ્મ ફક્ત ભારતમાં કમાલ કરી રહી નથી પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ફિલ્મે મોટી ધમાલ કરી છે. ગયા વીકેન્ડમાં ઋત્વિકની ફિલ્મે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર દુનિયાની સૌથી સફળ કમાણી કરનારી ફિલ્મ રહી.

વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર ફાઈટરની ધાક

ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટરે પહેલા વીકેન્ડમાં હોલિવૂડની અનેક ફિલ્મોને પાછળ છોડી દીધી છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ગયા વીકેન્ડની સૌથી મોટી ફિલ્મ રહી છે.

શું કહે છે રિપોર્ટ

મળતી માહિતિ અનુસાર રવિવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં 25 મિલિયન ડોલરથી વધારેનો બિઝનેસ કરવામાં ફિલ્મ સફળ રહી છે. એટલે કે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ફિલ્મને 208 કરોડ રૂપિયાથી વધારેનું કલેક્શન મળ્યું છે. ફિલ્મની કમાણીનો આ આંકડો માત્ર 4 દિવસમાં કમાયો છે.

હોલિવૂડની ફિલ્મોને છોડી પાછળ

ફાઈટરે ગયા વીકેન્ડમાં હોલિવૂડ ફિલ્મોને પાછળ છોડીને ટોપમાં જગ્યા મેળવી છે. તેણે ઈન્ટરનેશનલ ઓડિયન્સને પણ રોમેન્ટિક અને કોમેડી એનીવન બટ યૂ અને એક્શન સ્ટાર જેસન સ્ટેથમની દ બીકીપરથી વધારે કલેક્શન કર્યું છે.

શું છે ફિલ્મની કહાની અને સ્ટાર્સ

બાલાકોટ એયરસ્ટ્રાઈક પર બેસ્ડ ફાઈટર ઓડિયન્સને ઈમ્પ્રેસ કરી રહી છે. ફિલ્મનું એરિયલ એક્શન અને તેની ઈમોશનલ વાર્તા દર્શકોને અપીલ કરી રહી છે. ફિલ્મમાં ઋત્વિક અને દીપિકાની સાથે અનિલ કપૂર, સંજીદા શેખ અને કરણ સિંહ ગ્રોવર જેવા કલાકાર પણ છે. વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર દમદાર કમાણી બાદ ફિલ્મની સાચી પરીક્ષા થશે. હવે જોવાનું એ રહે છે કે ચાલુ દિવસોમાં ફિલ્મ કેટલી કમાણી કરી શકે છે.  

  • Follow us on: