• શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી

  • મને કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા ખૂબ ગમે છે: શિખર ધવન
  • હું બંનેને પ્રેમ કરું છું પણ બંને પરિણીત છે: શિખર ધવન

ભારતીય ક્રિકેટ ટીમના ડાબા હાથના બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શિખર ધવનની પ્રોફેશનલ લાઈફ ઘણી સારી રહી છે પરંતુ તેની પર્સનલ લાઈફ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે.

શિખર ધવન અને આયેશા મુખર્જીનાં લગ્ન

શિખર ધવને તેમનાથી 10 વર્ષ મોટી અને બે બાળકોની માતા આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. જોકે, 9 વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. શિખર ધવને વર્ષ 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ વર્ષ 2021માં આયશા મુખર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શિખર ધવન સાથેના છૂટાછેડાના સમાચાર શેર કર્યા હતા.

શિખર ધવનનો જૂનો વીડિયો વાયરલ થયો

આ દરમિયાન 38 વર્ષના શિખર ધવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શિખર ધવને શ્રેયસ અય્યર સાથે લાઈવ ચેટ સેશનમાં ભાગ લીધો હતો. આ વીડિયોમાં શિખર ધવને શ્રેયસ અય્યર સાથેની વાતચીત દરમિયાન ઘણી વાતો શેર કરી હતી.

કરીના કપૂર-પ્રિયંકા ચોપરા શિકાર ધવનના ક્રશ

શિખર ધવન ખૂબ જ મસ્તી પ્રેમી વ્યક્તિ છે અને મેદાન પર હોય કે બહાર તે દરેક જગ્યાએ મસ્તી કરતો જોવા મળે છે. શ્રેયસ અય્યર સાથે વાત કરતી વખતે જ્યારે શિખર ધવનને પૂછવામાં આવ્યું હતું કે તેની પ્રિય બોલીવુડ અભિનેત્રી કોણ છે તો તેણે હસીને કરીના કપૂર અને પ્રિયંકા ચોપરાનું નામ લીધું હતું.

'મને કરીના અને પ્રિયંકા ખૂબ ગમે છે'

વીડિયોમાં શિખર ધવને કહ્યું હતું કે, મને કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા ખૂબ ગમે છે. આ બંને મારા ક્રશ છે. હું બંનેને પ્રેમ કરું છું પણ બંને પરિણીત છે. પરંતુ તેના પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. આ પછી શિખર ધવન જોર જોરથી હસવા લાગે છે.

શિખર ધવનને સંગીત સાંભળવું ગમે

તમને જણાવી દઈએ કે શિખર ધવનને બોલીવુડ ફિલ્મોની સાથે સાથે સંગીત પણ પસંદ છે અને વાંસળી વગાડવી તેનો શોખ છે. તેણે વીડિયોમાં કહ્યું હતું કે સંગીત સાંભળવાથી તેને માનસિક શાંતિ મળે છે. શિખર ધવને કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ કોઈને કોઈ વાદ્ય વગાડતા શીખવું જોઈએ.


  • Follow us on: