તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો દર્શકોનો મનપસંદ અને પ્રિય બન્યો છે. આ સિરિયલ અનેક પાત્રો ઘર-ઘરમાં ખૂબ જ લોકપ્રિય થયા છે અને લોકોને પણ તે જોવાની ખૂબ જ મજા પડી જાય છે. ત્યારે આ શોના ફેન્સના મનમાં અનેક સવાલો છે કે, દયાબેન ક્યારે પરત ફરશે, પોપટલાલના લગ્ન ક્યારે થશે...ત્યારે હવે આ અંગે શોનાં નિર્માતા આસિત મોદીએ એક અહેવાલમાં વાતચીત કરી છે.
પોપટલાલના લગ્ન અંગે નિર્માતાનો ખુલાસો
તારક મહેતા સિરિયલના નિર્માતા આસિત મોદીએ ફેન્સને મુંઝવતા સવાલોના જવાબ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે, શોને રોનકથી અને લોકોના પ્રેમથી ભર્યો રાખવા માટે તમામ પ્રયત્નો કરીશું. શોમાં જૂના દયાબેન નહીં આવે તો નવા દયાબેન લાવીશું. સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે, વાંઢા પોપટલાલ માટે કન્યા પણ શોધીને લાવીશું અને લગ્ન કરાવીને પત્રકાર પોપટલાલનું ઘર વસાવીશું.
પત્રકાર પોપટલાલનું પાત્ર તારક મહેતામાં ઘણું ફેમસ છે તે ઘણીવાર અનેક યુવતીનોના પ્રેમમાં પડ્યો, લગ્ન સુધી વાતો પહોંચી પરંતુ અંતે કુવારો છે ત્યારે લોકો પણ સતત સવાલો કરતા જોવા મળે છે પોપટલાલનાં લગ્ન ક્યારે થશે ત્યારે હવે અસિત મોદીએ પોપટલાલના યુનિટ રીતે લગ્ન કરવાનો ખુલાસો કર્યો છે. ત્યારે હવે શોમાં પોપટલાલના લગ્ન ક્યારે થાય છે તે જોવાનું જ રહ્યું.
'દયાબેન' એક એપિસોડ માટે લેતી હતી આટલી ફી
દિશા વાકાણીએ વર્ષ 2017 માં TMKOC છોડી દીધું હતું અને ત્યારથી આજદિન સુધી તેના ચાહકો શોમાં તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, તેના શોમાં પાછા આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે. જોકે દિશા વાકાણીએ શોમાંથી ખૂબ સારી કમાણી કરી હતી તે પણ કરોડોમાં...અહેવાલ મુજબ દિશા આ શોમાંથી પ્રતિ એપિસોડ રૂ. 1.5 લાખ કમાતી હતી. જ્યારે શોના મેકર્સે તેની ફીમાં વધારો ન કર્યો તો તેણે શો છોડવાનો નિર્ણય કર્યો હતો.
આવી સ્થિતિમાં, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તેના સમય દરમિયાન દિશા વાકાણીએ અંદાજે 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ પોતાના કરિયરની શરૂઆત થિયેટર બેકગ્રાઉન્ડથી કરી હતી. દિશાની પ્રથમ કમાણી 250 રૂપિયા હતી. આ વાતનો ખુલાસો કરતી વખતે અભિનેત્રીએ કહ્યું હતું કે, 'મને મારા પ્રથમ નાટક માટે 250 રૂપિયા મળ્યા હતા. મને યાદ છે કે પૈસા મારા પિતાને આપ્યા હતા અને તેમની આંખોમાં આંસુ હતા. તે ક્ષણ હંમેશા મારા હૃદયની નજીક રહેશે.
તમને જણાવી દઈએ કે, ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ફેન્સના દિલ પર રાજ કરી રહી છે. આ સીરિયલ ટેલિકાસ્ટ થયાને 16 વર્ષ થઈ ગયા છે અને આ વર્ષોમાં શો સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. આ શોની સ્ટાર કાસ્ટ કૂદકે ને ભૂસકે બદલાઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓને રાતોરાત છોડી દેવાનો નિર્ણય કરીને ચોંકાવી દીધા છે. હાલમાં મંદાર ચાંદવાડકરનું નામ પણ શો છોડનારા કલાકારોની યાદીમાં દેખાઈ રહ્યું હતું પરંતુ આ સમાચાર નકલી નીકળ્યા.













