• ઇલિયાના ડીક્રુઝે માતા બન્યા બાદ ડિપ્રેશન અંગે કર્યો ખુલાસો
  • માતા બન્યા બાદ હું મારા માટે સમય કાઢી શકતી નથી:ઇલિયાના
  • હું ડિલિવરી પછી ડિપ્રેશનથી પીડાઈ રહી છું:ઇલિયાના

બોલિવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝ પોતાની આગામી ફિલ્મ 'તેરા ક્યા હોગા લવલી'ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી આ ફિલ્મ દ્વારા ફિલ્મી પડદે કમબેક કરી રહી છે. આ દરમિયાન ઇલિયાનાની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ઇલિયાના ડીક્રુઝ માતા બન્યા બાદ ડિપ્રેશન સાથે સંઘર્ષ કરી રહી છે. તેણે હાલમાં એક પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. તેમની આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઈલિયાનાએ પુત્રને જન્મ આપ્યો

ઈલિયાના ડીક્રુઝે ગયા વર્ષે મે 2023માં બોયફ્રેન્ડ માઈકલ ડોલન સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેણે ઓગસ્ટમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. માતા બન્યા બાદ અભિનેત્રી ફિલ્મી પડદાથી દૂર પોતાના પુત્રની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે અભિનેત્રીએ કહ્યું કે તે ડિલિવરી પછી ડિપ્રેશનથી પીડાઈ રહી છે.

ઇલિયાનાએ ડિપ્રેશન અંગે કર્યો ખુલાસો

ઇલિયાના ડીક્રુઝે સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો છે જે તેનો સેલ્ફી ફોટો છે. આ ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ પણ લખી છે. ઇલિયાનાએ લખ્યું હતું કે, 'મેં મારી તસવીર લીધી અને અહીં શેર કર્યાને ઘણો સમય થઈ ગયો છે. માતા બની ત્યારથી હું ઘરની સંભાળ રાખવામાં મારો સમય ફાળવી રહી છું. હું મારા માટે સમય કાઢી શકતી નથી. કેટલીકવાર મારે ફક્ત પીજે પહેરવા પડે છે અને મારા વાળને મમ્મીના બનની જેમ બાંધવા પડે છે જેથી હું મારા બાળકના નાના હાથથી મારા વાળ દૂર રાખી શકું.

અભિનેત્રીએ આગળ લખ્યું હતું કે, 'આ વસ્તુઓમાં વ્યસ્ત હોવા છતાં મારા મગજમાં સેલ્ફી માટે પાઉટ બનાવવાનો વિચાર પણ નથી આવતો. સત્ય એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી પૂરતી ઊંઘ ન મળતી નથી. આ એટલા માટે છે કારણ કે મારા પ્રિય પુત્રની સંભાળ રાખવી મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.ઇલિયાનાએ આગળ લખ્યું કે, 'ઘણી વખત લોકો ડિલિવરી પછી ડિપ્રેશન વિશે ખુલીને વાત કરતા નથી પરંતુ ખરેખર આવું થાય છે. તે એક અલગ લાગણી છે અને હું મારી જાતને વધુ સારું અનુભવવા માટે સમય કાઢવાનો પ્રયાસ કરી રહ્યી છું.'



  • Follow us on: