બોલિવૂડમાં બ્રેકઅપ અને પેચ અપના સમાચારો તો આવતા જ રહે છે ત્યારે અનન્યા પાંડેએ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે બ્રેક અપ કરી લીધુ છે તે આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ અનન્યાને લઇને એક સોશિયલ મી઼ડિયા પેજ પર સ્ટોરી જોવા મળી છે જેને લઇને અનન્યાની લાઇફમાં કોઇ એન્ટર થયુ હોવાની ચર્ચાઓ તેજ બની છે.

કથિત બોયફ્રેન્ડે શેર કરી સ્ટોરી 
બોલિવૂડ અભિનેત્રી અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેના કથિત બોયફ્રેન્ડ વોકર બ્લેન્કોએ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતવા બદલ તેની પ્રશંસા કરી હતી. જે બાદ અનન્યાએ જે કમેન્ટ કરી હતી તેણે બધાને ચોંકાવી દીધા છે. અનન્યા પાંડેએ તાજેતરમાં ખો ગયે હમ કહાં માટે શ્રેષ્ઠ અભિનેત્રી વિવેચકોની પસંદગીની શ્રેણીમાં ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. વોકર બ્લેન્કોએ અનન્યાની જીતની પ્રશંસા કરતી તેની એક સુંદર તસવીર પણ શેર કરી હતી. જેના રિપ્લાયમાં અનન્યાએ આપેલા જવાબથી વૉકર અને અનન્યાની ડેટની અફવાને વેગ મળ્યો.

અનન્યાએ શું કરી કમેન્ટ ?
વોકર બ્લેન્કોએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અનન્યાની પોસ્ટ શેર કરી, જેમાં રેડ હાર્ટ ઇમોજી સાથે ક્લૅપ ઇમેજ છે. અનન્યાએ સ્ટોરી તેના અકાઉન્ટમાં ફરીથી શેર કરી અને બ્લશિંગ ઇમોજી સાથે "વોકી" લખ્યું. જોકે છેલ્લા કેટલાક સમયથી અનન્યા અને વોકર વિશે અટકળો ચાલી રહી છે, પરંતુ હવે આ અફવાઓમાં કેટલી સત્યતા છે તે ફક્ત અનન્યા અને વોકર જ સારી રીતે જાણે છે.

કોણ છે વૉકર ?
મળતી માહિતી અનુસાર વોકર બ્લેન્કો શિકાગોનો ભૂતપૂર્વ મોડલ છે. તેણે વેસ્ટમિન્સ્ટર ક્રિશ્ચિયન સ્કૂલમાં અભ્યાસ કર્યો. વોકર હાલમાં ગુજરાતના જામનગરમાં વંતારા નામના પ્રાણી આશ્રયસ્થાનમાં કામ કરે છે, જેની માલિકી અનંત અંબાણીની છે.
તેના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો, વોકર એક પ્રાણી પ્રેમી છે. તે અવારનવાર વિદેશી પ્રાણીઓની તસવીરો શેર કરે છે અને વન્યજીવન પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે. 23,000 થી વધુ ફોલોઅર્સ છે. વોકરને સુહાના ખાન, નવ્યા નવેલી નંદા અને નિર્દેશક એટલી પણ ફોલો કરે છે. 
  • Follow us on: