જેકલીન ફર્નાન્ડીઝની માતા કિમ ફર્નાન્ડીઝના નિધનના સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ કે તેના પરિવારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની માતાનો મૃતદેહ એક વીડિયોમાં જોવા મળી રહ્યો છે. તો બીજા વીડિયોમાં, જેકલીન તેની માતાને અંતિમ વિદાય આપવા પહોંચી છે.
માતાના અંતિમ સંસ્કારમાં પહોંચી જેકલીન ફર્નાન્ડીઝ
આજે સવારે તેમના અવસાન પછી, જેકલીન ફર્નાન્ડીઝની માતાના અંતિમ સંસ્કાર હવે ખાનગી રીતે કરવામાં આવી રહ્યા છે. એક્ટ્રેસ હવે વ્હાઈટ ડ્રેસ અને ફેસ પર માસ્ક પહેરીને સ્મશાનગૃહમાં આવતી જોવા મળી છે. આ દરમિયાન, એક્ટ્રેસ પોતાની કારમાંથી નીચે ઉતરી અને સીધી અંદર ગઈ. તેની આસપાસના કેટલાક લોકો પણ તેની સંભાળ રાખતા જોવા મળ્યા.
શબપેટીમાં જોવા મળ્યો જેકલીનની માતાનો મૃતદેહ
જેકલીન ફર્નાન્ડિસના પિતા એલરોય ફર્નાન્ડિસ તેમની પત્નીના મૃતદેહને લેવા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા. તે વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કિમ ફર્નાન્ડિસના મૃતદેહને કારમાં શબપેટીમાં સ્મશાનગૃહ લાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસની માતાના ચહેરાની ઝલક પણ જોવા મળે છે.
જેકલીનની માતાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો સોનુ સૂદ
તમને જણાવી દઈએ કે, આ દુઃખની ઘડીમાં એક્ટર સોનુ સૂદ પણ જેકલીન ફર્નાન્ડીઝ અને તેના પરિવારને સપોર્ટ કરવા માટે આવ્યો છે. સોનુ સૂદ જેકલીન ફર્નાન્ડીઝની માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપતો જોઈ શકાય છે. કિમ ફર્નાન્ડિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે એક્ટર વ્હાઈટ શર્ટ પહેરીને પહોંચ્યો. અત્યાર સુધી, સોનુ સૂદ સિવાય, જેકલીનની માતાના અંતિમ સંસ્કારમાં બોલીવુડનો કોઈ અન્ય સ્ટાર જોવા મળ્યો નથી.