• ફેમસ લેખક અને સ્ક્રિપ્ટ રાઈટર જાવેદ અખ્તરે હવે પોતાના પહેલા લગ્ન વિશે ખુલીને વાત કરી છે
  • જાવેદે તેની ડોક્યુઝરીઝ "એન્ગ્રી યંગ મેન" માં તેના પ્રથમ લગ્નની નિષ્ફળતા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે
  • જાણો જાવેદ અને તેની બીજી પત્ની શબાના આઝમીએ શું કહ્યું

પ્રખ્યાત લેખકો સલીમ ખાન અને જાવેદ અખ્તર પર આધારિત નવી ડોક્યુઝરીઝ 'એંગ્રી યંગ મેન' હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. આ ત્રણ પાર્ટની ડોક્યુઝરીમાં, બંને લેખકો તેમના લાઈફ, કરિયર અને કુટુંબ વિશે ઊંડાણપૂર્વક વાત કરે છે. ખાસ કરીને જાવેદ અખ્તરે તેના પહેલી લગ્નની નિષ્ફળતા વિશે ખુલીને વાત કરી અને સ્વીકાર્યું કે તે તેના માટે પોતાને જવાબદાર માને છે.

જાવેદ અખ્તરે પસ્તાવો વ્યક્ત કર્યો

ડોક્યુઝરીના ત્રીજા એપિસોડમાં જાવેદ અખ્તર તેના પહેલી લગ્નની નિષ્ફળતા પર તેના વિચારો શેર કરે છે. તેણે કહ્યું, 'હની ઈરાની સાથેના મારા લગ્નની નિષ્ફળતા માટે હું મારી જાતને જવાબદાર માનું છું. આ સંબંધની નિષ્ફળતાની લગભગ 60 થી 70 ટકા જવાબદારી મારા ખભા પર છે. જો આજે મારી પાસે જે સમજ છે તે હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત. મારા માટે આ સ્વીકારવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ આ વાસ્તવિકતા છે.

શબાના આઝમીની પ્રતિક્રિયા

જાવેદ અખ્તરની બીજી પત્ની અને પ્રખ્યાત એક્ટ્રેસ શબાના આઝમીએ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે કહ્યું છે 'જ્યારે બાળકો કોઈપણ સંબંધમાં જોડાયેલા હોય છે, ત્યારે તે ખૂબ જ વ્યક્તિગત અને પીડાદાયક બની જાય છે. ઝડપી અભિપ્રાયો અને 'હોમ બ્રેકર' જેવા શબ્દો બનાવવાની લોકોની ટેવ પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવે છે. હું મારી સ્થિતિ સ્પષ્ટ કરવા માંગતી હતી, પરંતુ મને સમજાયું કે આમ કરવાથી હું ઘણા લોકોને નુકસાન પહોંચાડીશ. તેથી મેં મૌન રહેવું અને ટીકા સહન કરવાનું વધુ સારું માન્યું. હની ઈરાનીએ બાળકોને મારી વિરુદ્ધ કંઈ બોલવા ન દીધા અને તેમને સલામતીનો અહેસાસ કરાવ્યો. અમારી વચ્ચે સારા સંબંધ છે.'

જાવેદે શબાના આઝમી સાથે કર્યા બીજા લગ્ન

જાવેદ અખ્તરના પહેલા લગ્ન પૂર્વ બાળ કલાકાર અને લેખક હની ઈરાની સાથે થયા હતા. આ સંબંધથી તેને બે બાળકો છે, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર. તેઓએ વર્ષ 1980માં લગ્ન કર્યા હતા. આ પછી જાવેદ અખ્તરનું દિલ શબાના આઝમી પર આવી ગયું અને તેણે 1984માં તેની સાથે લગ્ન કર્યા.

જાવેદના બાળકો પર બીજા લગ્નની અસર

જાવેદ અને શબાનાના લગ્ન પછી બંનેએ તેમના પરિવાર અને બાળકો માટે સુખી જીવન સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા. શબાના આઝમી કહે છે કે પરિવારમાં આટલો બદલાવ હોવા છતાં, તેણે ક્યારેય બાળકોને કોઈ અસુવિધા ન પહોંચાડી અને તેમને તે જ પ્રેમ આપ્યો જે તેની વાસ્તવિક માતાએ આપ્યો હતો.

  • Follow us on: