છેલ્લા કેટલાક દિવસોથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે બધુ બરાબર નથી તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપલ વચ્ચે એટલી બધી અણબનાવ થઈ ગઈ છે કે તેમના સંબંધો છૂટાછેડાના આરે પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે ઐશ્વર્યા રાયની સાસું અને એક્ટ્રેસ જયા બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જયા બચ્ચન ઐશ્વર્યા રાયને નહીં પણ અન્ય કોઈને પોતાની વહુ કહીને બોલાવતી જોવા મળે છે. આ વીડિયો જુનો છે.
જયા બચ્ચને કોને વહુ કહીને બોલાવી?
વાયરલ વીડિયોમાં જયા બચ્ચન બધાની સામે પોતાની વહુનો ઉલ્લેખ કરે છે, પરંતુ તે ઐશ્વર્યા રાય નહીં પરંતુ કોઈ અન્ય છે. જોઈ શકાય છે કે એક ઈવેન્ટમાં અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન સાથે જયા બચ્ચન પણ હાજર છે. અહીં જયા બચ્ચને બધાની સામે કહ્યું કે રણધીર કપૂર અને બબીતા કપૂર અમારા પરિવારનો નવો હિસ્સો બનવા જઈ રહ્યા છે. અમારી ભાવિ વહુ કરિશ્મા કપૂર. આ પછી, જયા બચ્ચન કરિશ્મા કપૂરને ગળે લગાવે છે અને પછી કરિશ્મા અમિતાભ પાસે જાય છે. તમને જણાવી દઈએ કે આ જયા બચ્ચનનો જૂનો વીડિયો છે, જ્યારે અભિષેક અને કરિશ્માની સગાઈ નક્કી થઈ હતી. પરંતુ બંને લગ્નના બંધનમાં બંધાય તે પહેલા જ અલગ થઈ ગયા હતા.
https://www.instagram.com/reel/C-773r_u5C_/?utm_source=ig_embed&ig_rid=d7c56ce8-8125-4d02-b4f1-7ac855e38ee8
જયા બચ્ચનનો વીડિયો જોયા બાદ ફેન્સે આપી પ્રતિક્રિયા
ઐશ્વર્યા અને અભિષેકના લગ્નના 17 વર્ષ બાદ તેમના સંબંધોમાં તિરાડ આવી તેવી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. આ બધી ચર્ચા વચ્ચે જયા બચ્ચનનો આ જૂનો વીડિયો ફરી એકવાર વાયરલ થયો છે, જેને જોઈને ફેન્સ તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે 'જયાજીએ પોતાની વહુને પહેલેથી જ પસંદ કરી લીધી હતી, કદાચ તેથી જ તે ઐશ્વર્યા રાયને પસંદ નથી કરતી.' અન્ય યુઝરે લખ્યું છે કે 'જ્યારે ઐશ્વર્યા નસીબમાં હતી તો તેને કરિશ્મા કેવી રીતે મળી શકે.'