- જયા બચ્ચને જણાવ્યું હતું કે કે અમિતાભ બચ્ચને તેમને એક સમયે પાગલ કરી દીધા હતા
- અમિતાભ બચ્ચન ફ્રી હતા અને તેમની પાસે કરવા માટે કોઈ કામ નહોતું: જયા
- ક્યારેક-ક્યારેક તેમની જોડે કોઈ કામ નહોતું ત્યારે તેઓ પરેશાન કરતા હતા
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન બોલીવુડના પાવર કપલ્સમાંથી એક છે. બંનેએ 3 જૂન 1973ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. ત્યારથી લઈને આજ સુધી તેઓ ચાહકોને કપલ ગોલ આપી રહ્યા છે. અભિનેતા ઘણીવાર તેની પત્ની જયા બચ્ચન સાથેની તસવીરો શેર કરે છે.
જયા બચ્ચને કર્યો ખુલાસો
હકીકતમાં આ એક એવું કપલ છે જેણે હંમેશા પોતાને સાબિત કરવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ હાલમાં જ જયા બચ્ચને અમિતાભ વિશે એવો ખુલાસો કર્યો છે જે પોતે જ ખૂબ જ આશ્ચર્યજનક છે. અમિતાભ બચ્ચન આમ જ નહીં સિનેમાના સુપરસ્ટાર બની ગયા. કામ પ્રત્યે અભિનેતાનું સમર્પણ હંમેશા મહાન રહ્યું છે અને તે ઘણા લોકો માટે પાઠથી ઓછું નથી. આ સમર્પણ અને કામને લઈને જયા બચ્ચને હાલમાં જ એક એવો ખુલાસો કર્યો છે જેનાથી ફેન્સ ચોંકી ગયા છે.
અમિતાભ બચ્ચન પાસે કોઈ કામ નહોતું
જયા બચ્ચને કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે અમિતાભ બચ્ચન ફ્રી હતા અને તેમની પાસે કરવા માટે કોઈ કામ નહોતું. તે સમય હતો જ્યારે જયા બચ્ચન પાગલ થવા લાગી હતી. 2012માં ફિલ્મફેર સાથેના એક જૂના ઈન્ટરવ્યુમાં જયા બચ્ચને જણાવ્યું હતું કે કેવી રીતે અમિતાભ બચ્ચને તેમને એક સમયે પાગલ કરી દીધા હતા. અભિનેત્રીએ કહ્યું કે તે સમયે અમિતાભ કામ કરતા ન હતા અને તેમણે જ ઘર ચલાવવાનું નક્કી કર્યું હતું.
અભિનેત્રી જણાવ્યું કે, તેઓ વોશિંગ મશીન અને ઓવન ખરીદતા હત પછી તેમના પતિ કહેતા કે તેઓએ ઘરના તમામ ઉપકરણો ફેંકી દેવા જોઈએ અથવા તેને દાનમાં આપી દેવું જોઈએ.
અભિનેત્રીએ કહ્યું હતું કે, ક્યારેક-ક્યારેક તેમની જોડે કોઈ કામ નહોતું ત્યારે તેઓ પરેશાન કરતા હતા. તેઓ ઓવન અને વોશિંગ મશીન ખરીદવામાં વ્યસ્ત રહેતા હતા. જે મારા માટે ગૃહિણી તરીકે સહન કરવું મુશ્કેલ હતું. પરંતુ તેમણે આગ્રહ કર્યો કે જૂની વસ્તુઓ ફેંકી દેવી જોઈએ અને નવી ખરીદવી જોઈએ. તેઓ ઘર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.