• જીગરી દોસ્તે પૂરી કરી ઈચ્છા

  • કેન્સર સામે લડી રહેલા મિત્રને મળ્યા જિતેન્દ્ર
  • જુનિયર મહેમૂદને મળીને પૂરી કરી છેલ્લી ઈચ્છા

જુનિયર મહેમૂદ હાલમાં પેટના કેન્સરથી પીડિત છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ જુનિયર મહેમૂદે તેના બેસ્ટ ફ્રેન્ડ્સ જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે આજે પૂરી થઈ હતી. આ મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઘણી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય દેખાડનાર જુનિયર મેહમૂદ પેટના કેન્સર સાથે જીવનની લડાઈ લડી રહ્યો છે. મહેમૂદ હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. પોતાની નાદુરસ્ત તબિયતને કારણે અભિનેતાએ તેના શ્રેષ્ઠ મિત્રો જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે અભિનેતાની આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. આ બંને સ્ટાર્સ હોસ્પિટલમાં તેમના નજીકના મિત્રને મળવા આવ્યા હતા. પોતાના મિત્રને આ હાલતમાં જોઈને પીઢ અભિનેતા જિતેન્દ્રની આંખોમાં આંસુ આવી ગયા હતા.


આંખોમાંથી આંસુ વહ્યા

મહેમૂદની ઈચ્છા પૂરી કરવા માટે સચિન પિલગાંવકર અને જિતેન્દ્ર હોસ્પિટલ પહોંચ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં જિતેન્દ્ર મહેમૂદને તેની તબિયત વિશે પૂછતા જોવા મળ્યા હતા. જોની લીવર પણ તેની બાજુમાં ઊભેલા જોવા મળ્યા હતા. જુનિયર મેહમૂદને મળ્યા બાદ જિતેન્દ્ર ખૂબ જ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા.

ફેન્સે શેર કરી પોસ્ટ

વાસ્તવમાં, થોડા દિવસો પહેલા એક ચાહકે સોશિયલ મીડિયા પર એક જૂનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરતી વખતે લખ્યું હતું કે મેહમૂદે જિતેન્દ્ર અને બાળપણના મિત્ર સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હું તમને બંનેને વિનંતી કરું છું કે આ ઈચ્છા પૂરી કરો. કદાચ એ તેની છેલ્લી ઈચ્છા હતી.


જુનિયર મહેમૂદ કોણ છે?

જુનિયર મેહમૂદે ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. એક સમયે તે ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું.તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. જેમાં 'ગીતા ગાતા ચલ', 'કટી પતંગ', 'મેરા નામ જોકર', 'બ્રહ્મચારી' ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં જુનિયર મેહમૂદે એવી ભૂમિકાઓ ભજવી હતી કે આજે પણ બધાને તેનું પાત્ર યાદ છે.

  • Follow us on: