- પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન વિશે રસપ્રદ ખુલાસો
- મને યાદ નથી કે જૂતાની ચોરીની વિધિમાં કેટલા પૈસા મળ્યા
- મને અને મારી બધી જ બહેનોનો હિરાની રિંગ મળી
'બિગ બોસ 17' પ્રિયંકા ચોપરાની નાની બહેન મન્નરા ચોપરાની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. શો પછી તરત જ તેને એક મ્યુઝિક વીડિયોની ઓફર કરવામાં આવી હતી. અભિષેક કુમાર સાથે શૂટ કરાયેલ મન્નરા ચોપરાનો આ મ્યુઝિક વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હાલમાં જ મન્નારાએ ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પ્રખ્યાત પોડકાસ્ટમાં અતિથિ તરીકે ભાગ લીધો હતો. આ પોડકાસ્ટમાં મન્નરાએ તેના જીવન તેમજ બહેન પ્રિયંકા ચોપરા સાથેના સંબંધો વિશે ઘણી રસપ્રદ વાતો શેર કરી છે.
તમામ બહેનોને સુંદર રિંગ મળી
આ પોડકાસ્ટમાં મન્નરાએ બહેન પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન વિશે પણ રસપ્રદ ખુલાસો કર્યો છે. જૂતાની ચોરીની વિધિ વિશે વાત કરતા મન્નારાએ કહ્યું હતું કે મને યાદ નથી કે જૂતાની ચોરીની વિધિ દરમિયાન અમને નિક જોનાસ જીજૂ પાસેથી પૈસા મળ્યા હતા કે નહીં. પરંતુ અમને બધાને ચોક્કસપણે રિંગ્સ મળી હતી. મને હીરાની વીંટી મળી હતી અને માત્ર મને જ નહીં અમે તમામ બહેનો (કઝીન્સ)ને સુંદર વીંટી ભેટમાં આપી હતી. સાથે જ પૈસાની વાત કરીએ તો મને કોઈપણ પૈસા આપે તો હું મારી માતાને આપી દઉં છું.
બહેન પ્રિયંકાએ હંમેશા સપોર્ટ કર્યો
મન્નારાએ વધુમાં જણાવ્યું હતું કે બહેન પ્રિયંકા સાથે તેનો મજબૂત અને ગાઢ સંબંધ છે. તેની હિન્દી ફિલ્મની રિલીઝથી લઈને બિગ બોસ 17માં તેની ભાગીદારી સુધી પ્રિયંકાએ તેને દરેક પગલા પર સાથ આપ્યો છે. મન્નારા કહે છે કે માત્ર પ્રિયંકા જ નહીં પ્રિયંકાની માતા મધુ ચોપરાએ પણ બિગ બોસ 17 દરમિયાન તેને ખૂબ સપોર્ટ કર્યો હતો.
પ્રિયંકા અને પરિણીતીના નામ લેવાથી દૂર રહી
તમને જણાવી દઈએ કે, બિગ બોસના શરૂઆતના દિવસોમાં મન્નરા શોમાં પોતાની બહેનો એટલે કે પ્રિયંકા અને પરિણીતીના નામ લેવાથી દૂર રહેતી હતી કારણ કે તે શોમાં આગળ વધવા માટે પોતાની બહેનોના નામનો ઉપયોગ કરવા માંગતી ન હતી. પરંતુ સલમાન ખાનના ખુલાસા પછી તેણે તેની બહેનો વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું.