• મુંબઈમાં ઈન્ટરનેશનલ સેલેબ્સનો જમાવડો
  • પ્રિયંકા ચોપડાએ હોસ્ટ કરી મામી ઈવેન્ટ
  • સેલેબ્સે આપ્યા જોરદાર પોઝ

Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આમાં હિન્દીથી લઈને મલયાલમ સુધી ઘણી ભાષાઓની ફિલ્મો જોવા મળશે. જેમાં તારીખ 25 ઓક્ટોબરથી 5 નવેમ્બર 2023 વચ્ચે 70 દેશોની 250થી વધુ ફિલ્મો બતાવવામાં આવશે. હંસલ મહેતાની 'ધ બકિંગહામ મર્ડર્સ'થી લઈને ઈસાબેલ હરગેરાની એનિમેટેડ 'સુલતાના ડ્રીમ' પણ તેમાં જોવા મળશે. આ સિવાય કેટલીક અન્ય લોકપ્રિય ફિલ્મો પણ જોવા મળશે. આ લોકપ્રિય ઈવેન્ટની શરૂઆત ભવ્ય ઉદઘાટન સમારોહથી થઈ હતી. જેને પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હોસ્ટ કરી હતી.

નામી લોકોની હાજરી

[[$googlead]]

[[$alsoread]]

આ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં ભારતીય સિનેમા ઉદ્યોગ બોલિવૂડના ઘણા લોકપ્રિય નામોએ હાજરી આપી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રાજકુમાર રાવ અને તેમની પત્ની અભિનેત્રી પત્રલેખા, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તર, લોકપ્રિય અભિનેતા જોડી અલી ફઝલ અને રિચા ચઢ્ઢા અને અન્ય ઘણા કલાકારો પણ આ યાદીમાં સામેલ છે. આ ઈવેન્ટમાં ફેશનિસ્ટા સોનમ કપૂર બ્લેક કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ અદ્ભુત લુકમાં તે કેમેરા સામે પોઝ આપતી પણ જોવા મળી હતી. Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં કરીના કપૂર પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તેણે મિનિમલ મેકઅપ અને ન્યૂડ લિપ શેડ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. પ્રિયંકા ચોપરા MAMIની અધ્યક્ષ છે. આ વખતે તેમને ઈવેન્ટને હોસ્ટ કરવાનો ચાન્સ મળ્યો છે.

સૌથી વધારે ચર્ચા તારા સુતરિયાની

આ ઈવેન્ટમાં સૌથી વધારે ચર્ચા તારા સુતરિયાના કપડાંની થઈ હતી. તે ગોલ્ડન કલરના આઉટફિટ પહેરીને આવી હતી. આ આઉટફિટમાં તેમણે અગાઉ ક્યારેય કોઈ પોઝ આપ્યો નથી. આ તારાની ફિલ્મ અપૂર્વા આવી રહી છે. જેને લઈને તે ઘણી ઈવેન્ટમાં પ્રમોશન કરતી જોવા મળી રહી છે. આ મેગા ઈવેન્ટમાં અનેક સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર પણ સાથે જોવા મળ્યા હતા. સૈફ અલી ખાન સફેદ રંગના કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. જ્યારે, અભિનેત્રી કરિશ્મા કપૂર સફેદ રંગની બ્લેક પ્રિન્ટેડ સાડી પહેરીને સુંદર લાગી રહી હતી.


  • Follow us on: