• નવું વર્ષ 2024 જાપાન માટે ભયંકર વિનાશ લાવ્યું
  • ભૂકંપના થોડા કલાકો પહેલા જ તે ત્યાંથી નીકળ્યો:જુનિયર NTR
  • જલ્દીથી બધું જ ઠીક થઈ જાય અને મજબૂત રહો જાપાન

નવું વર્ષ 2024 જાપાન માટે ભયંકર વિનાશ લાવ્યું છે. 1 જાન્યુઆરીએ સતત કેટલાય આફ્ટરશોક્સે દેશને હચમચાવી નાખ્યો છે. જાપાનમાં ભૂકંપના કારણે તબાહીના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સાઉથ સુપર સ્ટાર જુનિયર એનટીઆરએ એક ચોંકાવનારી વાત શેર કરી છે. RRR એક્ટર જુનિયર NTRએ જણાવ્યું કે તે ઘણા દિવસોથી જાપાનમાં રહ્યો હતો. ભૂકંપના થોડા કલાકો પહેલા જ તે ત્યાંથી નીકળી ગયો હતો.

આઘાતમાં જુનિયર NTR

જૂનિયર NTRએ 2 જાન્યુઆરીની રાત્રે જાપાનમાં આવેલા ભૂકંપ વિશે ટ્વિટ કર્યું છે. આ ચોંકાવનારી ઘટના વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું હતું કે તે ખૂબ જ આઘાતમાં છે. અભિનેતાએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો અને જલ્દી સ્વસ્થ થવાનું વચન આપ્યું છે.

જુનિયર એનટીઆરએ કહ્યું હતું કે, જાપાનથી આજે ઘરે પરત ફર્યો અને ભૂકંપના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. છેલ્લું અઠવાડિયું ત્યાં વિતાવ્યું અને તેનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે મારી સંવેદના છે. 'જે લોકો ભૂકંપમાંથી બચ્યા એ લોકો માટે ખુશ છું અને જલ્દીથી બધું જ ઠીક થઈ જાય. મજબૂત રહો જાપાન'.

જુનિયર એનટીઆરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. નવા વર્ષ પર તેણે તેની આગામી ફિલ્મ દેવરા સંબંધિત અપડેટ શેર કરી હતી. અભિનેતાએ ફિલ્મ અને ટીઝરની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. દેવરા સિવાય જુનિયર NTR બીજી ફિલ્મ NTR 30 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સામે જ્હાન્વી કપૂર જોવા મળશે. જ્હાન્વી સાઉથમાં NTR 30 સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે. જુનિયર એનટીઆર બોલિવૂડ ફિલ્મ વોર 2માં પણ કામ કરી રહ્યો છે.


  • Follow us on: