- કંગના રનૌતને તેની હિટ ફિલ્મ 'ક્વીન'થી બોલિવૂડ ક્વીનનું બિરુદ મળ્યું
- કંગાનાએ પિતાની વિરૂદ્ધ જઈને બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવ્યું
- અભિનેત્રીએ 2006માં અનુરાગ બાસુની 'ગેંગસ્ટર'થી ડેબ્યૂ કર્યું
બોલિવૂડમાં જો કોઈ એવી અભિનેત્રી છે જે પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે તો તે છે કંગના રનૌત. અભિનેત્રી પોતાના મનની વાત ખુલ્લેઆમ કહેવા અને બિનપરંપરાગત ભૂમિકાઓ કરવા માટે જાણીતી છે. તેણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણી શક્તિશાળી ભૂમિકાઓ ભજવી છે. કંગના રનૌતે 4 બેક-ટુ-બેક નેશનલ એવોર્ડ સહિત ઘણા એવોર્ડ જીત્યા છે. આજે 23 માર્ચે ભારતીય સિનેમાની 'ક્વીન' કંગના રનૌત તેનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. કંગના રનૌતને તેની હિટ ફિલ્મ 'ક્વીન'થી બોલિવૂડ ક્વીનનું બિરુદ મળ્યું છે.
આ રીતે બોલિવૂડની 'ક્વીન'એ પોતાનું કરિયર બનાવ્યું
કંગના રનૌતનો જન્મ 23 માર્ચ 1987ના રોજ બિઝનેસમેન અમરદીપ રનૌત અને આશા રનૌત એક સ્કૂલ ટીચરને ત્યાં થયો હતો. કંગના રનૌતે તેની મોટી બહેન રંગોલી રનૌત અને નાના ભાઈ અક્ષત રનૌત સાથે ડીએવી સ્કૂલ ચંદીગઢમાં અભ્યાસ કર્યો હતો. અભિનેત્રીનો પરિવાર ઈચ્છતો હતો કે કંગના ડોક્ટર બને પરંતુ કંગના રનૌત ઓલ ઈન્ડિયા પ્રી-મેડિકલ ટેસ્ટ પાસ કરી શકી ન હતી. ત્યાર બાદ કંગનાના જીવનમાં એક નવો વળાંક આવ્યો જેના કારણે આજે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે.
કંગના રનૌતે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું
પિતાના ઇનકાર છતાં કંગના પોતાના નિર્ણય પર અડગ રહી અને તેણે દિલ્હીમાં મોડલિંગ શરૂ કર્યું હતું. ત્યાર બાદ તે અસ્મિતા થિયેટર ગ્રુપમાં જોડાઈ હતી અને બોલિવૂડમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. 2006માં અનુરાગ બાસુની 'ગેંગસ્ટર'થી ડેબ્યૂ કર્યું અને બોલિવૂડમાં કંગના રનૌતની સફર ઘણી શાનદાર રહી છે. 2006માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગેંગસ્ટર'માં તેના બ્રેકઆઉટ રોલ બાદ તેને શરૂઆતના તબક્કામાં ઘણો સામનો કરવો પડ્યો હતો.
કંગના રનૌતને ઘણા એવોર્ડ મળ્યા
બોલિવૂડ ક્વીન તરીકે જાણીતી કંગના રનૌત 'વો લમ્હે' (2006) અને 'ફેશન' (2008)થી પ્રસિદ્ધિ પામી હતી જેના માટે તેણીને પ્રશંસા તેમજ પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા હતા. 'તનુ વેડ્સ મનુ' (2011) માં એક બેદરકાર છોકરીના તેના પાત્રે તેની કારકિર્દીને વેગ આપ્યો ત્યારબાદ તેણે 'ક્રિશ 3' (2013) થી લોકોના દિલ જીતી લીધા હતા. કંગનાને ફિલ્મ 'ક્વીન' માટે નેશનલ ફિલ્મ એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે તેને ફિલ્મ 'ગેંગસ્ટર' માટે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. કંગનને 'ફેશન', 'ક્વીન' અને 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' અને 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' અને 'પંગા' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. કંગનાએ 'ટીકુ વેડ્સ શેરુ' (2023) સાથે પ્રોડક્શનમાં પ્રવેશ કર્યો હતો.