- રામનું આગમન થતાં જ 'રામમયી' બનીને ઉછળી કંગના
- જય શ્રી રામ, જય શ્રી રામના લગાવ્યા નારા
- કંગના અદભુત ખુશીનો અહેસાસ કરતી દેખાઈ
આખરે 500 વર્ષની આતુરતાનો આવી અંત આવ્યો છ. ગર્ભગૃહમાં હસતા મુખારવિંદ સાથે રામલલા વિરાજમાન થયા છે. દેશભરમાં લોકો રામલલાનું મુખ જોઈને ઘન્ય થયા છે. તેમજ સોશિયલ મીડિયા દ્વારા દરેક વ્યક્તિ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ ખાસ અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશની તમામ મોટી હસ્તીઓ હાજર છે.
આ ભવ્ય સમારોહમાં રાજકારણીઓથી લઈને અભિનેતાઓ અને ગાયકો સુધી દરેક સામેલ છે જેઓ આ ખાસ ક્ષણના સાક્ષી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડ ક્વીન કંગના રનૌત જે પોતાની સ્પષ્ટવક્તા શૈલી અને નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે 'રામમયી' બનીને ઉછળી રહી છે અને 'જય શ્રી રામ'ના નારા લગાવી રહ્યાં છે.
કંગના રનૌત બની 'રામમયી'
વીડિયોમાં અભિનેત્રીના ચહેરા પર અદભુત ખુશીનો અહેસાસ કરી શકાય છે. આ વીડિયો એક્ટ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવ્યો છે જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન, અભિનેત્રી સફેદ અને લાલ રંગની સાડીમાં જોવા મળે છે જેની સાથે અભિનેત્રીએ લાલ રંગની શાલ પહેરેલી છે. અભિનેત્રી ખૂબ જ ટ્રેડિશનલ લુકને અનુસરતી જોવા મળી હતી. આ વીડિયોને શેર કરતી વખતે કંગનાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'રામ આવી ગયા છે' અને લાલ ઝંડાનું ઈમોજી પણ શેર કર્યું છે.
રામના નામના નારા લગાવ્યા
આ સિવાય તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી છે જેમાં અભિનેત્રી અયોધ્યાના રામ મંદિરની બહાર ઉભેલી જોવા મળી રહી છે અને તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. જો અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'તેજસ'માં જોવા મળી હતી ત્યારબાદ તે હવે 'ઇમરજન્સી'માં જોવા મળશે જેમાં તેની સાથે ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ શકે છે હાલમાં તેની રિલીઝ ડેટ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.









