• કંગના રનૌતે સની દેઓલને લઇ આપ્યું નિવેદન
  • આપણે એક ઈન્ડસ્ટ્રી તરીકે સાથે આવ્યા છીએ
  • સની દેઓલ લાંબા સમયથી આ રેસમાં ન્હોતા

બોલિવૂડ માટે આ વર્ષ શરૂઆતથી જ શાનદાર સાબિત થઈ રહ્યું છે. 'પઠાણ' પછી, ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું, જેમાં 'ગદર 2' અને 'જવાન'નો સમાવેશ થાય છે જે હજુ પણ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. થોડા દિવસો પહેલા કંગનાએ શાહરૂખ ખાનના વખાણ કર્યા હતા અને હવે અભિનેત્રીએ સની દેઓલ વિશે એવી વાત કરી છે કે તેનું નિવેદન ઝડપથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

સની દેઓલ વિશે કંગનાએ શું કહ્યું?

કંગના રનૌતે બોલિવૂડ ફિલ્મોમાં શ્રેષ્ઠ પ્રદર્શન પર વાત કરી. અભિનેત્રીએ કહ્યું- 'હવે આપણે બધા એક ઈન્ડસ્ટ્રી તરીકે સાથે આવ્યા છીએ. ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો તફાવત ઓછો થયો છે. એવું લાગે છે કે ઉદ્યોગે આ વિશે વિચાર્યું છે. સની દેઓલ જેવા લોકો લાંબા સમયથી આ રેસમાં નહોતા. અમને તેમની જરૂર છે.

શાહરૂખ ખાનની પ્રશંસા કરવામાં આવી હતી

અગાઉ કંગના રનૌતે 'જવાન'ની ધમાકેદાર સફળતા માટે શાહરૂખ ખાનના વખાણ કર્યા હતા. બોલિવૂડ માટે આ વર્ષ શરૂઆતથી જ શાનદાર રહ્યું. વર્ષની શરૂઆત 'પઠાણ'થી થઈ હતી. આ પછી, તુ જૂઠી મેં મક્કાર, જરા હટકે જરા બચકે, સત્યપ્રેમ કી કથા, રોકી ઔર રાની કી પ્રેમ કહાની, OMG 2, ડ્રીમ ગર્લ 2, ગદર 2 જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

કંગના રનૌતની ફિલ્મોની વાત કરીએ તો તેની પાસે ત્રણ મોટા પ્રોજેક્ટ છે. જેમાં 'ફાઇટર પાયલોટ', 'ઇમરજન્સી' અને 'ચંદ્રમુખી 2' સામેલ છે. તમને જણાવી દઈએ કે, બોલિવૂડમાં પોતાની એક્ટિંગ સિવાય કંગના રનૌત હંમેશા પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર કરણ જોહરને લઇને વાતચીત કરતી રહે છે. આ બધા સિવાય કંગના ફેશનના મામલે બોલિવૂડની ઘણી સુંદરીઓને પણ ટક્કર આપે છે.

  • Follow us on: