ક્ષિણ ભારતીય અભિનેત્રી રાન્યા રાવ પાસેથી પોલીસે ગેરકાયદે સોનું જપ્ત કર્યુ છે. બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર પોલીસે અભિનેત્રીની ધરપકડ કરી છે. તેની પાસેથી 14.8 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યુ છે. રાન્યા રાવ પોતાની સતત આંતરરાષ્ટ્રીય પ્રવાસના કારણે DRIના રડાર પર હતી. અને પોલીસને તેની ગતિવિધીઓ પર અગાઉથી જ શંકા હતી. દક્ષિણ ભારતની અભિનેત્રી રાન્યા રાવના પિતા IPS ઓફિસર છે.
ક્યાં-ક્યાંથી નિકળ્યુ સોનું ?
દક્ષિણ ભારતીય અભિનેત્રી રાન્યા રાવ પાસેથી પોલીસે ગેરકાયદે સોનું તો જપ્ત કર્યુ હતુ. પણ તેમને જાણીને નવાઇ લાગશે કે આ સોનું ક્યાં-ક્યાં છુપાવવામાં આવ્યુ હતુ. કપડા, બેલ્ટ અને જેકેટમાં આ સોનું સંતાડવામાં આવ્યુ હતુ. DRIના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, રાન્યા એ મોટા ભાગે સોનું પહેરી રાખ્યુ હતુ અને સોનાની ચેનો તેણે પોતાના કપડામાં સંતાડી રાખી હતી. આ સોનાની કિંમત 12 કરોડથી વધુ છે. રાન્યાની ધરપકડ કર્યા બાદ તેને ઇકોનોમિક ઓફેંસ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેને 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. શરૂઆતમાં સોનાની તપાસ કરવામાં પોલીસને પસીના છૂટી ગયા હતા. પરંતુ બાદમાં દરેક વસ્તુમાંથી ગેરકાયદે સોનું છુપાવવામાં આવ્યુ હતુ. આ સોનું તેણે પોતાના બેલ્ટમાં પણ છુપાવ્યુ હતુ.
પોલીસને કેવી રીતે ગઇ શંકા ?
DRIની ટીમે તપાસ એજંસીઓના આધારે આ કાર્યવાહી કરી હતી. ટીમે જણાવ્યુ હતુ કે રાન્યા રાવ સતત આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી રહી હતી. અને આ જ કારણે તેના પર શંકા વધુ મજબૂત થઇ રહી હતી. 15 દિવસમાં 4 વખત ટ્રાવેલ્સ હિસ્ટ્રીના કારણે તે ર઼ડાર પર આવી ગઇ હતી. અને દર વખતે પોતાના પિતા આઇપીએસ ઓફિસર રામચંદ્ર રાવના નામે ધમકી આપી હમેંશા તપાસ કરવાની કાર્યવાહીમાંથી તે બચી જતી હતી. પરંતુ જ્યારે હવે તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ભૂતકાળમાં ક્યારે અને કયા સ્થળે તેણે સોનાની હેરાફેરી કરી છે તે મામલે તપાસ કરવામાં આવશે.
આઇપીએસ ઓફિસર રામચંદ્ર રાવની પુત્રી છે રાન્યા રાવ
કર્ણાટકના વરિષ્ઠ પોલીસ અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે રાન્યા રાવ. રામચંદ્ર કર્ણાટકના પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં પોલીસ મહાનિર્દેશક તરીકે તૈનાત છે. રાન્યા રાવ વર્ષ 2014માં કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે ફિલ્મ 'માનિક્ય'માં જોવા મળી હતી. રાન્યા રાવે અત્યાર સુધી તેની કારકિર્દીમાં ફક્ત 3 ફિલ્મોમાં જ કામ કર્યું છે.