કરિના અને કરિશ્મા બંને કપૂર બહેનો બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે. કરિના અને કરિશ્મા અવારનવાર કોઇ એડ ફિલ્મ કે પછી શોને કારણે સમાચારમાં છવાયેલી રહે છે. ત્યારે થોડા સમય પહેલા ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'નો લેટેસ્ટ એપિસોડ નેટફ્લિક્સ પર રિલીઝ થયો. જેમાં કરીના કપૂર તેની બહેન કરિશ્મા કપૂર સાથે જોવા મળી હતી. કપિલ શર્મા સાથે વાત કરતી વખતે બંને બહેનોએ તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી.

ટોક શૉમાં કરી ખાસ વાત શેર 

આ ટૉક શોમાં કરિના અને કરિશ્મા પેટ પકડીને હસતી જોવા મળે છે. તેઓ પ્રોફેશનલ અને પર્સનલ વાતો શેર કરતી જોવા મળે છે. ત્યારે કપિલ શર્મા સાથે વાત કરતી વખતે કરીના કપૂરે મજેદાર રીતે કહ્યું, “મારા પતિને લોલોથી સૌથી વધુ ઈર્ષ્યા થાય છે. કારણ કે સૈફ મને કહે છે કે તુ લોલો સાથે એટલી વાતો કરે છે કે આટલી વાતો તો મારી જોડે પણ નથી કરતી. કરિનાએ વધુમાં કહ્યું કે મારા પતિને લાગે છે કે હું તેની સાથે નહીં પણ લોલો સાથે રહું છું.

બંને બહેનોની જોરદાર દોસ્તી 

પોતાની બહેન કરિશ્મા કપૂર સાથેના સંબંધો વિશે વાત કરતાં કરીના કપૂરે કહ્યું કે બંને એકબીજા સાથે દરેક વાત શેર કરે છે. બંને બહેનો દિવસમાં ઘણી વખત વાત કરે છે. કરીનાએ કહ્યું કે અમે દિવસમાં ઓછામાં ઓછા ચારથી પાંચ વખત વાત કરીએ છીએ. વાત કોઇ પણ હોય, રસોઇયાની હોય કે પછી ફેમિલીની. સવારથી શરૂ કરીને રાત સુધી અમે વાતો કરતા જ હોઇએ છીએ તેમ જણાવ્યું.


બંને બહેનો વચ્ચે છે ગાઢ પ્રેમ
મહત્વનું છે કે કરીના કપૂર અને કરિશ્મા કપૂર બંને વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ ગાઢ છે. બંને લોકો ઘણીવાર સાથે જોવા મળે છે. બંને લોકો એકબીજાના વખાણ કરતા ક્યારેય થાકતા નથી. બંને નેપો કિડ્સ છે. પરંતુ કરિશ્મા અને કરીનાએ પોતાનું નામ બનાવ્યું છે. કરીના કપૂર અને કરિશ્મા કપૂર એકબીજાની ખૂબ જ નજીક છે.

  • Follow us on: