આવતીકાલે એટલે કે 20 ઓક્ટોબરે કરવા ચોથનું સેલિબ્રેશન કરવામાં આવશે. આ અવસર પર સોનાક્ષી સિન્હા સહિત ઘણી એક્ટ્રેસ છે, જેઓ લગ્ન પછી તેમની પહેલી કરવા ચોથનું સેલિબ્રેશન કરશે.
હાલમાં કેટરિના કૈફના પહેલા કરવા ચોથનો અનુભવ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની તબિયત બગડી હતી. સાંજ સુધીમાં કેટરીના કૈફની ધીરજ તૂટી ગઈ હતી અને ભૂખને કારણે તેને ગુસ્સો આવવા લાગ્યો હતો. આ વાતનો ખુલાસો વિકી કૌશલે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
કેવી હતી કેટરિના કૈફની પહેલી કરવા ચોથ?
કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન 2021માં થયા હતા, ત્યાર બાદ જ્યારે તેમની પહેલી કરવા ચોથ આવી ત્યારે તેને વિકી માટે ઉપવાસ રાખ્યો હતો. વિકીએ પણ કેટ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું, જે એક્ટ્રેને ખૂબ પસંદ આવ્યું હતું. વિકી કૌશલે એકવાર કેટરિના કૈફ સાથે કરવા ચોથનો અનુભવ શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે ઉપવાસ દરમિયાન કેટરિનાને વારંવાર ગૂગલ પરથી ચંદ્રની અપડેટ મેળવી રહી હતી, જેના અનુસાર ચંદ્ર 8:30 વાગ્યે ઊગ્યો હોવો જોઈએ.
વિકી કૌશલે કર્યો ખુલાસો
વિકીએ આગળ કહ્યું, 'મેં કેટરિનાને કહ્યું હતું કે ગૂગલ ચંદ્રોદયનો ચોક્કસ સમય કહી શકશે નહીં. ચાંદ જ્યારે ઈચ્છે ત્યારે જ આવશે. આ પછી, જ્યારે ગૂગલના અપડેટ મુજબ, ચંદ્ર દેખાયો નહીં, ત્યારે કેટરીનાએ કહ્યું કે તે હજી દેખાયો નથી. 8:30 સુધી કેટરિના શાંત હતી, પરંતુ 8:30 થઈ ગયા અને ચંદ્ર ઉગ્યો નહીં, તે ગુસ્સે થઈ ગઈ અને તેણે કહ્યું કે હવે મને ભૂખ લાગી છે.
તમને જણાવી દઈએ કે કેટરીના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બર, 2021 ના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કર્યા હતા. બંને બોલીવુડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે.