- કેબીસીની શરૂઆત 2000માં થઈ હતી
- સેલિબ્રિટીઓથી પ્રેરિત થવા અંગે પણ બીગબીએ જણાવ્યું
- કેબીસીમાં બીગબીના જન્મદિવસની ઉજવણી પણ થઇ હતી
અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું કે કેબીસીનું શૂટિંગ ખતમ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અમિતાભ તેને લઈને ભાવુક થઈ રહ્યા છે. અમિતાભે પોતાના બ્લોગમાં અલગ અલગ વ્યક્તિઓ અને સેલિબ્રિટીઓથી પ્રેરિત હોવા અંગે લખ્યું છે. બિગ બીએ લખ્યું- કેબીસીમાં દિવસો પૂરા થઈ રહ્યા છે અને આ જોડાણ પરત ફરવાની ભાવના લાવે છે.
લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિના ચાહકો માટે ખરાબ સમાચાર છે. બહુ જલ્દી KBC શો બંધ થવાનો છે. સિઝન 14 તેના અંતિમ તબક્કામાં છે. તાજેતરમાં બિગ બીએ તેમના બ્લોગમાં કેબીસી ઓફ એર હોવા અંગે સંકેત આપ્યો છે.
અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું કે કેબીસીનું શૂટિંગ ખતમ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અમિતાભ તેને લઈને ભાવુક થઈ રહ્યા છે. અમિતાભે પોતાના બ્લોગમાં અલગ અલગ વ્યક્તિઓ અને સેલિબ્રિટીઓથી પ્રેરિત હોવા અંગે લખ્યું છે. બિગ બીએ લખ્યું- કેબીસીનાં દિવસો પૂરા થઈ રહ્યા છે. ક્રૂ અને કાસ્ટ ટૂંક સમયમાં રૂટિનમાં ખાલીપણું અનુભવશે. પરંતુ આશા છે કે અમે ખૂબ જ ટૂંક સમયમાં ફરીથી સાથે જોવા મળીશું.
અમિતાભે બ્લોગમાં વધુમાં જણાવ્યું કે KBCના મંચ પર અલગ-અલગ વ્યક્તિઓ આવી જેમણે સમાજ અને દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. એ લોકો સાથે વાત કરવી એ સન્માનની વાત હતી. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું, તેમની શૈક્ષણિક વિચારસરણી અને વિચારો, જે તેમણે તેમના વિશ્વાસ, શિસ્ત અને તેમના પ્રયત્નોનાં લીધે હાંસલ કર્યા.
અમિતાભે લખ્યું કે ગુડબાય કહેવું હજી થોડું અજીબ છે. બિગ બીની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે તે KBC સીઝન 14 ના અંતથી નાખુશ છે. અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની શરૂઆતથી જ હોસ્ટ કરી રહ્યા છે. કેબીસીની શરૂઆત 2000માં થઈ હતી. શોની ત્રીજી સીઝન બિગ બી હોસ્ટ કરી ન હતી. શાહરૂખ ખાન KBC 3 ના હોસ્ટ હતા. KBCની 14મી સિઝન ધમાકેદાર હતી. આ સિઝન એટલા માટે પણ ખાસ હતી કારણ કે અમિતાભે શોમાં તેમના પરિવાર સાથે તેમનો 80મો જન્મદિવસ ઉજવ્યો હતો. જયા બચ્ચન અને અભિષેક બચ્ચને શોમાં આવીને તેની પ્રશંસા કરી હતી.