• રાજકપૂરને હતું વૈજયંતી માલા સાથે અફેર 
  • ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યુંમાં કર્યો ખુલાસો 
  • પિતાના અફેરના કારણે માતાએ છોડ્યું હતું ઘર 

રાજ કપૂર બોલિવૂડનું સૌથી જાણીતું નામ છે. તેમના કામની ચર્ચાઓ આજે પણ થાય છે. પરંતુ તેમનું પારિવારિક જીવન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયું છે. એક સમય એવો હતો જ્યારે તેની પત્ની કૃષ્ણા રાજ પુત્ર ઋષિ કપૂર સાથે ઘર છોડીને બહાર નીકળી ગઈ હતી. એક ઈન્ટરવ્યુમાં દિવંગત એક્ટર ઋષિ કપૂરે તેમના પરિવાર સાથે જોડાયેલી ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો.

માતાએ છોડ્યું હતું ઘર
પિતા રાજ કપૂર વિશે વાત કરતાં ઋષિ કપૂરે કહ્યું હતું કે નરગિસ સાથે અફેરના સમયે ઘરમાં બધું સામાન્ય હતું. પરંતુ જ્યારે રાજ કપૂરનું વૈજયંતિમાલા સાથે અફેર હતું ત્યારે તેની માતા તે સહન ન કરી શકી. ઋષિએ કહ્યું હતું કે, 'હું ખૂબ નાનો હતો જ્યારે મારા પિતાનું નરગીસ સાથે અફેર હતું. મને બરાબર કંઈ યાદ પણ નથી. પણ મને યાદ છે કે વૈજયંતિમાલા સમયે હું મરીન ડ્રાઈવ પરની નટરાજ હોટલમાં મારી માતા સાથે રોકાયો હતો.

માતાએ પિતાને મૃત્યુ સુધી માફ ન કર્યા: ઋષિ 
ઋષિ કપૂરે કહ્યું, "તે સમયે મારી માતાએ હાર માની લીધી હતી. અમે હોટેલમાં રોકાયા હતા, પછી ત્યાંથી અમે ચિત્રકૂટમાં બે રૂમના મકાનમાં શિફ્ટ થયા. મારા પિતાએ અમારા માટે ઘર ખરીદ્યું. તેમણે અમારા માટે ઘણું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારી માતાએ તેને મૃત્યુ સુધી માફ ન કર્યા. જોકે વૈજયંતિમાલાએ અફેરને ફગાવી દીધું હતું અને કહ્યું હતું કે આ બધું ફિલ્મના પ્રમોશન માટે એક કાવતરું હતું. ઋષિએ પણ આ વિશે વાત કરી હતી એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે વૈજયંતિમાલાએ મારા પિતા સાથે અફેર હોવાનો ઇનકાર કર્યો હતો. ઋષિએ કહ્યું હતું કે, “વૈજયંતિમાલાએ દાવો કર્યો હતો કે તેણે પબ્લિસિટી માટે ફેક રોમાન્સ કરવાની વાત કરી હતી. હું ગુસ્સે થઇ ગયો હતો. તે આવું કઈ રીતે કરી શકે. હવે સત્ય કહેવા માટે મારા પિતા આ દુનિયામાં રહ્યા નથી

ઋષિ કપૂરે દુનિયાને કહ્યું અલવિદા 
તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરે પણ બે વર્ષ પહેલા 20 એપ્રિલે દુનિયાને અલવિદા કહ્યું છે. પરંતુ તેની પત્ની નીતુ કપૂર સાથે તેના સંબંધો ખૂબ જ ગાઢ હતા. આજે પણ નીતુ ઋષિને યાદ કરીને ભાવુક થઈ જાય છે. રણબીર-આલિયાના લગ્નમાં પણ આખા પરિવારે તેમને ખૂબ યાદ કર્યા હતા.

  • Follow us on: